
સુરત, 11 ડિસેમ્બર (હિ.સ.) સલાબતપુરા પોલીસ સ્ટેશનની સામે મોમનાવાડમાં એમ.એમ. લેસના પ્રોપરાઈટરો દ્વારા પંડોળમાં નિલકંઠ ઈન્ડસ્ટ્રીયલમાં આવેલ નંદની ફેશનના માલીક પાસે લેસ ઉપર એમ્બ્રોઈડરીનું જાબવર્ક કરાવ્યા બાદ તેની મજુરીના રૂપિયા 20.69 લાખ નહી ચુકવી ઉઠામણું કરી ફરાર થઈ જતા મામલો પોલીસમાં પહોચ્યો છે.
ચોકબજાર પોલીસના જણાવ્યા મુજબ સિંગણપોર કોઝવે રોડ, સુંદરમ સોસાયટીમાં રહેતા હરીક્રુષ્ણ રણછોડભાઈ ગાબાણી વેડ રોડ પંડોળમાં નિલકંઠ ઈન્ડસ્ટ્રીયલમાં નંદની ફેશન ફર્મના નામે ખાતુ ધરાવે છે. તેમની પાસેથી ગત તા 25 માર્ચ થછી 26 જુલાઈ સુધીમાં સલાબતપુરા મોમનાવાડમાં ઍમ.ઍમ. લેસના પરાઈટર મોહમ્મદ સિદ્કી સોહેબ મેમણ અને અબ્દુલ્લાઍï લેસ ઉપર ઍમ્બ્રોઈડરી જાબવર્કનનં કામકાજ કરાવ્યું હતું જેની મજુરીના રૂપિયા
20,69,852 લેવાના નિકળતા હતા. આ પૈસાની હરીક્રુષ્ણા ગાબાણીઍ ઉઘરાણી કરવા છતાંયે નહી આપી ભાડાની દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. ચોકબજાર પોલીસે હરીક્રુષ્ણ ગાબાણીની ફરિયાદ લઈ બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે