અમદાવાદ એરપોર્ટ પર 30 ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ, 12 અરાઇવલ અને 18 ડિપાર્ચર ફ્લાઇટ રદ
અમદાવાદ, 11 ડિસેમ્બર (હિ.સ.) : ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સૌથી વધુ મુસાફરોને પરેશાની થઈ, કારણ કે આ દરમિયાન ઘણી ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી. જેના ક
અમદાવાદ એરપોર્ટ પર 30 ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ,12 અરાઇવલ અને 18 ડિપાર્ચર ફ્લાઇટ રદ


અમદાવાદ, 11 ડિસેમ્બર (હિ.સ.) : ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સૌથી વધુ મુસાફરોને પરેશાની થઈ, કારણ કે આ દરમિયાન ઘણી ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને આર્થિક રીતે પણ ભારે નુકસાન થયું.

જેના પછી એરલાઇન વિરુદ્ધ DGCAએ કડક પગલાં લીધાં છે.

હવે ઇન્ડિગોએ 3, 4 અને 5 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને રાહત આપવાની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યું છે કે પ્રભાવિત યાત્રીઓને સરકારના નિયમો અનુસાર 5,000 થી 10,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટ પર આજે પણ ઈન્ડિગોની કુલ 30 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. 12 અરાઇવલ ફ્લાઇટ અને 18 ડિપાર્ચર ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી રાત્રે 12 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 63 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. જેમાં અરાઇવલ 28 ફ્લાઇટ અને 35 ડિપાર્ચર ફ્લાઇટ ઓપરેટ થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande