
ઉત્તર પ્રદેશ ભાજપ સંગઠન પર્વ સમારોહમાં શામિલ થયા કેન્દ્રીય
મંત્રી પીયૂષ ગોયલ
લખનૌ, નવી દિલ્હી,14 ડિસેમ્બર
(હિ.સ.) કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, અમે વિશ્વની સૌથી
મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સભ્યો છીએ. સભ્યોની નોંધણીથી લઈને રાષ્ટ્રીય
અધ્યક્ષની પસંદગી સુધીનું કાર્ય આટલા સંગઠિત અને લોકશાહી રીતે કેવી રીતે અકલ્પનીય
સંકલન સાથે થાય છે, તે જોઈને વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી ગોયલ રવિવારે અહીં, ડૉ. રામ મનોહર
લોહિયા લો યુનિવર્સિટીના સભાગૃહમાં આયોજિત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહોત્સવમાં
નવા ચૂંટાયેલા રાજ્ય પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની સત્તાવાર જાહેરાત કર્યા
પછી સંબોધન કરતા હતા ત્યારે તેમણે કહ્યું, સંગઠન મહોત્સવ પ્રસંગે, મને જાહેરાત કરતા
ખૂબ આનંદ થાય છે કે, કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને ભારતીય જનતા
પાર્ટી, ઉત્તર પ્રદેશના
પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે.
પીયૂષ ગોયલે પાર્ટી કાર્યકરોને શ્રેય આપતા કહ્યું કે,” 1.62 લાખ બૂથ પર
ચૂંટણીઓ યોજાય છે અને આ જાહેરાત સર્વાનુમતે કરવામાં આવે છે. આનો બધો શ્રેય પાર્ટી
કાર્યકરોને જાય છે.” તેમણે કહ્યું કે,” જે રીતે આપણા નેતાઓ ડૉ. શ્યામા પ્રસાદ
મુખર્જી, પંડિત દીનદયાળ
ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી પાર્ટીને આગળ લઈ ગયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના માર્ગદર્શન હેઠળ, પાર્ટીનો સતત વિસ્તરણ થયો, તેના કારણે આજે
આપણે આટલી મોટી સંખ્યામાં અહીં ભેગા થયા છીએ.”
રાષ્ટ્રીય પરિષદના સભ્યોના નામોની જાહેરાત આ પ્રસંગે, તેમણે રાષ્ટ્રીય
પરિષદના સભ્યોના નામોની પણ જાહેરાત કરી. તેમણે કુલ 120 રાષ્ટ્રીય પરિષદના સભ્યોનો ઉલ્લેખ કર્યો, જેમાં કેટલાક
અગ્રણી નામોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમણે નવા ચૂંટાયેલા પક્ષના રાજ્ય પ્રમુખો
અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોને અભિનંદન આપ્યા. તેમણે માહિતી આપી કે,” રાષ્ટ્રીય
પરિષદના સભ્યો તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો,
પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીને વારાણસીથી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને
ગોરખપુરથી સભ્ય બનાવવામાં આવ્યા છે.
વધુમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લખનૌથી, નાયબ મુખ્ય
પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યને પ્રયાગરાજથી અને નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકને
ઉન્નાવથી જોડાયા છે. આ ક્રમમાં, સંભલથી ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, સુલતાનપુરથી સ્મૃતિ ઈરાની, વારાણસીથી ડૉ.
મહેન્દ્ર નાથ પાંડે, સલેમપુરથી સૂર્ય
પ્રતાપ શાહી, બાંદાથી સ્વતંત્ર
દેવ સિંહ અને ગોરખપુરથી ડૉ. રમાપતિ રામ ત્રિપાઠી રાષ્ટ્રીય પરિષદના સભ્ય બન્યા છે.”
હિન્દુસ્થાન સમાચાર/રાજેશ/સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ