
નવી દિલ્હી,
14 ડિસેમ્બર (હિ.સ.)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે કહ્યું કે,” આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ
સાથે સુમેળમાં રહેવું એ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી નો વૈશ્વિક પાયો
છે.”
મુર્મુએ આજે
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે આ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે,
તેમણે રાષ્ટ્રીય ઉર્જા
સંરક્ષણ પુરસ્કાર 2025 અને નવી
દિલ્હીમાં રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કર્યું.
રાષ્ટ્રપતિએ
કહ્યું કે,” ઉર્જા બચાવવી એ ફક્ત ઓછો ઉપયોગ કરવાનો નથી, પરંતુ તેનો સમજદારીપૂર્વક, જવાબદારીપૂર્વક અને કાર્યક્ષમ રીતે ઉપયોગ
કરવાનો છે. સૌર ઉર્જા જેવા નવીનીકરણીય ઉર્જા વિકલ્પો અપનાવવાથી માત્ર ઉર્જા બચત જ
નથી થતી પરંતુ કાર્બન ઉત્સર્જન પણ ઘટે છે.”
રાષ્ટ્રપતિએ
કહ્યું કે,” યુવાનો અને બાળકોમાં ઉર્જા સંરક્ષણ વિશે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે.
આ ઉર્જા સંરક્ષણ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અને દેશ માટે ટકાઉ વિકાસ સુનિશ્ચિત
કરવામાં મદદ કરી શકે છે.”
તેમણે સમજાવ્યું
કે,” સૂર્ય ઘર યોજના અને ગ્રીન હાઇડ્રોજન મિશન જેવી
સરકારી પહેલો અશ્મિભૂત ઇંધણ પર આપણી નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી રહી છે. 2૦23-24 માં,
સરકારે 5.36 કરોડ ટન તેલ
જેટલી ઉર્જા બચાવી. આનાથી દેશના નાણાં બચ્યા અને પ્રદૂષણમાં ઘટાડો થયો.”
રાષ્ટ્રપતિએ ભાર
મૂક્યો કે, “ઉર્જા સંક્રમણ સફળ થવા માટે નાગરિકોના વર્તનમાં ફેરફાર કરવો ખૂબ જ
મહત્વપૂર્ણ છે.”
તેમણે વિશ્વાસ
વ્યક્ત કર્યો કે, “જાહેર ભાગીદારી અને સામૂહિક જવાબદારી દ્વારા, ભારત ઉર્જા સંરક્ષણમાં અગ્રેસર રહેશે અને
હરિયાળા ભવિષ્યના લક્ષ્યોને પ્રાપ્ત કરશે.”ઋ
હિન્દુસ્થાન
સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ