
નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બિહાર સરકારમાં કેબિનેટ મંત્રી નીતિન નવીનને, પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, ભાજપ સંસદીય બોર્ડે બિહાર સરકારમાં કેબિનેટ મંત્રી નીતિન નવીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, 45 વર્ષીય નીતિન નવીન સિન્હા વર્તમાન બિહાર સરકારમાં માર્ગ બાંધકામ મંત્રી છે. નીતિન નવીન સિન્હા, જે કાયસ્થ સમુદાયમાંથી આવે છે, તે ભાજપ નેતા નવીન કિશોર સિંહાના પુત્ર છે. નીતિન નવીન બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક્સ પર નીતિન નવીનને અભિનંદન આપતા લખ્યું, બિહારના યુવા અને ઉર્જાવાન નેતા નીતિન નવીનને ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન. તેઓ એક સમર્પિત કાર્યકર અને મહાન કલ્પનાશીલ વ્યક્તિ છે. પ્રધાનમંત્રી મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ, તેઓ ચોક્કસપણે ભાજપને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ થશે. અમે તેમને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ