




-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના દર્શન કરી અભિભૂત થયા હતા
-ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોની ખેતી પધ્ધતિ,ઓજાર,પશુપાલન વગેરેનું માર્ગદર્શન મેળવ્યું
-વન વિભાગ દ્વારા જંગલ અને દીપડાની વસ્તી વિશે વાત કરતા આશ્ચર્ય થયું હતું ખાસ તેની સુરક્ષા માટેના કાર્યમાં
-થવા આશ્રમના બાળકો અને શાળામાં ચાલતી પ્રવૃતિની માહિતી મેળવી આદિવાસી નૃત્ય જોય પ્રભાવિત થયા
ભરૂચ 14 ડિસેમ્બર (હિ.સ.) ઈસ્ટ આફ્રિકાના દેશ એવા યુગાન્ડા દેશના એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના હોદ્દેદારો ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે સૌ પ્રથમ એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ભારતના લોહપુરુષની આ પ્રતિમા જોઈને તેઓ અભિભૂત થયા હતા.
નર્મદા અને ભરૂચ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની અનૌપચારિક મુલાકાત લીધી હતી. જેમાં ભારતની ખેતી પદ્ધતિની વિશેષતાઓ કઈ કઈ છે . મુખ્યત્વે ઇરીગેશન પદ્ધતિઓ ,ફર્ટીગેશન પદ્ધતિઓ સાથે મલચીંગના ઉપયોગો, હાઇબ્રીડ બિયારણની પસંદગી ટીસ્યુ કલ્ચર અને ઓર્ગેનિક ફાર્મિંગની માહિતી તેઓએ મુખ્યત્વે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના બોરખાડીના પ્રગતિશીલ ખેડૂત કિરણસિંહ ચાવડાના ખેતરની મુલાકાત લઇ મેળવી હતી. , તેના ખેતર ઉપર નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવારએ સરકાર દ્વારા ખેતીને અને અન્ય યોજનાઓને કેવી રીતે અમલીકરણ કરવામાં આવે છે જેની વિસ્તૃત જાણકારી આપી હતી .
વાલિયા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહિપાલસિંહ ગોહિલ દ્વારા જંગલ અને વાઇલ્ડ લાઇફ વિષયક ચર્ચા કરી હતી.યુગાન્ડાના પ્રતિનિધિ મંડળે નેત્રંગ તાલુકાના ગ્રામનિર્માણ કેળવણી મંડળ થવા સંસ્થાની મુલાકાત લીધી હતી જેમાં સૌપ્રથમ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યાં હતા સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ નિહાળી વિધાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રાથમિક શિક્ષણથી અનુસ્નાતક સુધી ખેતીવાડીને અપાતું મહત્વ અને પ્રેક્ટીકલ શિક્ષણની માહિતી મેળવી હતી.
આ ઔપચારિક મુલાકાત વેળાએ યુગાન્ડાના પ્રતિનિધિ મંડળ સાથે સંસ્થાના સ્થાપક અને મંત્રી માનસિંહ માંગરોલા, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા તેમજ દિલીપસિંહ અટોદરિયા હાજર રહ્યા હતા .આશ્રમશાળાના બાળકોએ આદિવાસી નૃત્ય કરી તેમના દિલ જીતી લીધા હતા.તેમજ ગૌશાળા અને દેશી ગીર ગાયો જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ