દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, ઝેરી હવા, ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું
નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.) આજે સવારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)નો મોટો ભાગ ધુમ્મસ અને સ્મોગના જાડા પડમાં છવાયેલો રહ્યો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, દિલ્હીના આનંદ વિહારમાં હવા ગુણવત્તા સૂચકાંક 491 નોંધાયો
ધુમ્મસ


નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.) આજે સવારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર

(એનસીઆર)નો મોટો ભાગ ધુમ્મસ અને સ્મોગના જાડા પડમાં છવાયેલો રહ્યો. કેન્દ્રીય

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, દિલ્હીના આનંદ વિહારમાં હવા ગુણવત્તા સૂચકાંક 491 નોંધાયો હતો, જે

ગંભીર શ્રેણીમાં આવે છે. આઇટીઓ ખાતે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી, જ્યાં હવા

ગુણવત્તા સૂચકાંક 484 હતો.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, દિલ્હી અને

નજીકના શહેરો નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ અને

સોનીપતમાં હવા ગુણવત્તા સૂચકાંક ગંભીર શ્રેણીમાં છે. આને ધ્યાનમાં

રાખીને, દિલ્હી-એનસીઆરમાં

ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ)નો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારના

શિક્ષણ નિયામક દ્વારા ધોરણ 9 થી 11 સુધીની તમામ શાળાઓને હાઇબ્રિડ મોડમાં સંચાલન કરવાનો

નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારે આ તબક્કાના તમામ નિયંત્રણો લાગુ કર્યા છે અને

દરેકને તેનું પાલન કરવા વિનંતી કરી છે.

વર્ષનો છેલ્લો મહિનો, ડિસેમ્બર, લગભગ અડધો થઈ ગયો છે. ઉત્તર ભારત અને દેશના ઘણા ભાગોમાં

શિયાળાની અસર વધુ તીવ્ર બની છે. હરિયાણા, પંજાબ અને ચંડીગઢમાં ભારે ઠંડા પવનોને કારણે લોકો ધ્રુજી

રહ્યા છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ

અને જમ્મુ અને કાશ્મીરમાં બરફવર્ષા, શીત લહેરો અને ગાઢ ધુમ્મસને કારણે ઠંડીમાં વધારો થયો છે. આ

પહેલી વાર છે જ્યારે વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને ઓડિશા જેવા વિસ્તારોમાં શીત

લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande