દિલ્હી સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં, ઠંડી અને ગાઢ ધુમ્મસ વધવાની ચેતવણી
નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.) રવિવારે દિલ્હી સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી અને ગાઢ ધુમ્મસ વધવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15-16 ડિસેમ્બરે
હવામાન


નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.) રવિવારે દિલ્હી સહિત દેશભરના વિવિધ

રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી અને ગાઢ

ધુમ્મસ વધવાની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15-16 ડિસેમ્બરે

તેલંગાણા અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની ધારણા

છે. 15-16 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશમાં, 15-19 ડિસેમ્બરે ઉત્તરપૂર્વ ભારતમાં, 15-17 ડિસેમ્બરે

હિમાચલ પ્રદેશમાં અને 15-16 ડિસેમ્બરે સવારના સમયે પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને

ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશમાં ગાઢ ધુમ્મસ પડવાની આગાહી છે.

હવામાન અધિકારીઓએ 14-15 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર અને

લદ્દાખમાં હળવા વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપી છે. 17 ડિસેમ્બરની રાત્રે બીજી

નબળી વિક્ષેપના આગમનને કારણે, 18-19 ડિસેમ્બરે હળવા વરસાદ અને હિમવર્ષાની ચેતવણી પણ જારી

કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 14-18 ડિસેમ્બરે 3૦-4૦ કિમી

પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો અને વાવાઝોડાનો અનુભવ થવાની સંભાવના છે. આગામી કેટલાક

દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં ઠંડી અને સવારના ધુમ્મસમાં વધારો થશે. 14-17 ડિસેમ્બર

દરમિયાન ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે અને દક્ષિણમાં શીત લહેર ચાલુ

રહેવાની સંભાવના છે.

આજે સવારે ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે ગાઢ ધુમ્મસ

છવાઈ ગયું હતું, જેના કારણે

દૃશ્યતા 5૦ મીટરથી ઓછી થઈ ગઈ હતી. પશ્ચિમ ઉત્તર પ્રદેશના આગ્રા અને પૂર્વ ઉત્તર

પ્રદેશના પ્રયાગરાજ શહેરોમાં સૌથી ઓછી દૃશ્યતા ૦૦ મીટર નોંધાઈ હતી.

છેલ્લા 24 કલાકમાં દેશના સૌથી ઠંડા સ્થળો મેદાની

વિસ્તારોમાં રાજગઢ (પશ્ચિમ મધ્ય પ્રદેશ) અને અંબિકાપુર (છત્તીસગઢ) હતા, જ્યાં લઘુત્તમ

તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને

અન્ય રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 5°C થી 10°C

ની રેન્જમાં

નોંધાયું છે. આગામી સાત દિવસોમાં અન્ય ભારતીય રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ

નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. હવામાન વિભાગે માછીમારોને 14-17 ડિસેમ્બર

દરમિયાન મન્નારના અખાત અને નજીકના કોમોરિન ક્ષેત્રમાં ન જવાની સલાહ આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande