
લખનૌ, નવી દિલ્હી,14 ડિસેમ્બર
(હિ.સ.) ડૉ. રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીના આંબેડકર ઓડિટોરિયમમાં આયોજિત
સમારોહમાં, રવિવારે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીને ભાજપ પ્રદેશ પ્રમુખ
જાહેર કરવામાં આવ્યા. કેન્દ્રીય ચૂંટણી અધિકારી પિયુષ ગોયલે પંકજ ચૌધરીનું નામ
જાહેર કરતાની સાથે જ આખું ઓડિટોરિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું. ભાજપના વિદાય લેતા
પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ પાર્ટીનો ધ્વજ રજૂ કર્યો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી બી.એલ. વર્મા, નાયબ મુખ્યમંત્રી
કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને
પાર્ટીના પ્રદેશ મહાસચિવે, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું.
આ પ્રસંગે ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખો ડૉ. રમાપતિ રામ ત્રિપાઠી, સૂર્ય પ્રતાપ
શાહી, ડૉ. લક્ષ્મીકાંત
બાજપાઈ, ડૉ. મહેન્દ્ર નાથ
પાંડે અને સ્વતંત્ર દેવ સિંહ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / બ્રિજનંદન / શિવ સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ