સોમનાથના પુરાતત્વીય અવશેષોમાંથી બનાવેલા બે દિવ્ય શિવલિંગ, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં લાવવામાં આવ્યા હતા.....
ઉજ્જૈન, નવી દિલ્હી,14 ડિસેમ્બર (હિ.સ.) ભગવાન સોમનાથના 11 પુરાતત્વીય અવશેષો (બાણ લિંગ)માંથી બનાવેલા બે દિવ્ય શિવલિંગ, રવિવારે આર્ટ ઓફ લિવિંગના મુખ્ય મથક (બેંગલુરુ) થી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા ભગવાન મહાકાલેશ્વરના વિશ
શિવ


શિવ લિંગ


ઉજ્જૈન, નવી દિલ્હી,14 ડિસેમ્બર

(હિ.સ.) ભગવાન સોમનાથના 11 પુરાતત્વીય

અવશેષો (બાણ લિંગ)માંથી બનાવેલા બે દિવ્ય શિવલિંગ, રવિવારે આર્ટ ઓફ લિવિંગના મુખ્ય

મથક (બેંગલુરુ) થી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા ભગવાન મહાકાલેશ્વરના વિશ્વ

પ્રખ્યાત જ્યોતિર્લિંગ મંદિરમાં પહોંચ્યા. આ શિવલિંગોને ભગવાન મહાકાલેશ્વરની ભોગ

આરતી માટે મહાકાલેશ્વર મંદિરમાં લાવવામાં આવ્યા હતા. આરતી પછી, બંને શિવલિંગની

ગર્ભગૃહમાં પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ, તેમને મુલાકાતીઓ માટે જુના મહાકાલ મંદિર સંકુલમાં, થોડા સમય

માટે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.

આર્ટ ઓફ લિવિંગના ડિરેક્ટર દર્શક હાથી અને મધ્યપ્રદેશ

યાત્રાના પ્રભારી મનીષ સોનીએ જણાવ્યું હતું કે,” ધાર્મિક માન્યતાઓ અનુસાર, સત્યયુગમાં

ચંદ્રદેવ દ્વારા બંધાયેલ સોમનાથ મંદિરનું શિવલિંગ, મહમૂદ ગઝનીના આક્રમણ પછી તૂટી

ગયું હતું. અગ્નિહોત્રીના પુજારીઓએ, ખંડિત અવશેષોમાંથી 11 નાના બાણ લિંગ

બનાવ્યા અને પેઢીઓ સુધી ગુપ્ત રીતે, તેમની પૂજા કરી. 1924 માં, કાંચી

શંકરાચાર્યની સૂચનાને અનુસરીને, સો વર્ષ પછી, રક્ષક પુજારી સીતારામ શાસ્ત્રીએ આ શિવલિંગોને આર્ટ ઓફ

લિવિંગના સ્થાપક રવિ શંકર ગુરુદેવને, સોંપ્યા. આ ક્રમમાં, બધા શિવલિંગોનું

સમગ્ર ભારતમાં પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. આમાંથી બે શિવલિંગને મધ્યપ્રદેશમાં

દર્શન અને પ્રવાસ માટે લાવવામાં આવ્યા છે.જેની શરૂઆત શ્રી મહાકાલેશ્વર મંદિરથી થાય છે.

શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિ વતી, મહાનિરવાણી અખાડા શ્રી મહાકાલેશ્વર મંદિરના મહંત વિનીત ગિરી

મહારાજ અને સહાયક પ્રશાસક આશિષ ફલવાડિયાએ તમામ સહભાગીઓનું સ્વાગત અને સન્માન

કર્યું.”

તેમણે જણાવ્યું હતુ કે,” યાત્રા ઉજ્જૈનથી ઇન્દોર જશે, જ્યાં આજે સાંજે

ગાંધી હોલમાં રુદ્ર પૂજા યોજાશે. ત્યારબાદ, યાત્રા 17 ડિસેમ્બરે મહુ જશે, જ્યાં ચક્કી વાલે મહાદેવ મંદિરમાં જાહેર પૂજા યોજાશે.

અહીંથી, 19 ડિસેમ્બરે

ઓમકારેશ્વર ખાતે શિવલિંગ ભગવાન ઓમકાર સાથે એક થશે. યાત્રા આલીરાજપુર, બુરહાનપુર, ભોપાલ અને બેતુલ

થઈને, જબલપુર જશે.”

આ શિવલિંગો દિવ્ય કેમ છે?

ધ આર્ટ ઓફ લિવિંગના મોનલ પટેલે જણાવ્યું કે,” બેંગલુરુથી

આવતા આ શિવલિંગો દિવ્ય છે, કારણ કે તે સોમનાથ જ્યોતિર્લિંગના અવશેષોમાંથી બનેલા

છે. આ જ્યોતિર્લિંગ, જે તેના ચુંબકીય

પ્રભાવને કારણે જમીનથી ઉપર રહ્યું હતું, તેનો નાશ ગઝનવીના મહમુદ દ્વારા 1026 માં કરવામાં

આવ્યો હતો. 11 શિવલિંગોના

તૂટેલા અવશેષોને અગ્નિહોત્રી બ્રાહ્મણોએ સાચવ્યા હતા. તેમણે 1924માં કાંચી

કામકોટીના તત્કાલીન શંકરાચાર્યને આ અવશેષો સોંપ્યા હતા. ત્યારબાદ શંકરાચાર્યે

તેમને 1૦૦ વર્ષ પછી, બેંગલુરુમાં આશ્રમ સ્થાપી રહેલા શંકરાચાર્યને આ અવશેષો

સોંપવાની સૂચના આપી હતી. તેમની સૂચનાઓનું પાલન કરીને, પુજારી સીતારામ

શાસ્ત્રીએ આ અવશેષો આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરને સોંપ્યા હતા. આ 11

શિવલિંગ આ અવશેષોમાંથી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી બે ઉજ્જૈનમાં આવ્યા છે.”

હિન્દુસ્થાન સમાચાર / લલિત જ્વેલ

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્માં

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande