
ગૌહાટી, નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.). પ્રખ્યાત બોલીવુડ ગાયક સોનુ નિગમે, રવિવારે સવારે શક્તિપીઠ કામાખ્યા ધામના દર્શન કર્યા અને દેવી કામાખ્યાના આશીર્વાદ મેળવ્યા. વહેલી સવારે મંદિર પરિસરમાં પહોંચ્યા, ત્યારે ભક્તો અને ચાહકો ઉત્સાહિત હતા.
પૂજા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સોનુ નિગમ શાંત ચિત્ત સાથે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સોનુ નિગમ શનિવારે આસામ પહોંચ્યા હતા અને રવિવારે ગૌહાટીમાં એક સંગીત કાર્યક્રમમાં ભાગ લેશે, જેનાથી તેમના ચાહકો ઉત્સાહિત છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ