છત્તીસગઢના 2૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા ત્રણ નક્સલીઓએ, મહારાષ્ટ્રમાં આત્મસમર્પણ કર્યું.
-એમએમસી ઝોનના કમાન્ડર સહિત 2૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા છત્તીસગઢના ત્રણ નક્સલીઓ જગદલપુર, નવી દિલ્હી,14 ડિસેમ્બર (હિ.સ.) એમએમસી (મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ) ઝોનના, 2૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા દરકેસા એરિયા કમિટી કમાન
સમર્પણ


-એમએમસી ઝોનના કમાન્ડર સહિત 2૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા છત્તીસગઢના

ત્રણ નક્સલીઓ

જગદલપુર, નવી દિલ્હી,14 ડિસેમ્બર

(હિ.સ.) એમએમસી (મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ) ઝોનના, 2૦ લાખ રૂપિયાનું ઈનામ

ધરાવતા દરકેસા એરિયા કમિટી કમાન્ડર સહિત, ત્રણ નક્સલીઓએ રવિવારે મહારાષ્ટ્રમાં

આત્મસમર્પણ કર્યું.

મહારાષ્ટ્રના ગોંદિયા પોલીસ સમક્ષ, આત્મસમર્પણ કરનારા

નક્સલીઓમાં બીજાપુર જિલ્લા (છત્તીસગઢ)ના મેન્દ્રી ગામનો રહેવાસી રોશન ઉર્ફે મારા

ઇરિયા વેદજા (35), એમએમસી

(મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ) ઝોનના દરકેસા એરિયા કમિટીનો કમાન્ડર અને રૂ. 8

લાખ રૂપિયા, બે એસીએમ કેડર

નક્સલીઓ, બીજાપુર જિલ્લા

(છત્તીસગઢ) ના ઉસુર તહસીલના વેરાપલ્લીના રહેવાસી સુભાષ ઉર્ફે પોજ્જા બંદુ રવવા (26)

અને નારાયણપુર (છત્તીસગઢ) ના રેખાપાલ જિલ્લાના રહેવાસી રતન ઉર્ફે મંકુ ઓમા પોય્યામ

(25) સાથે મળી આવ્યા હતા.

આ બંને નક્સલીઓ પર 6-6 લાખ રૂપિયાનું ઈનામ હતું. છત્તીસગઢના

આ ત્રણ નક્સલીઓએ આજે ​​તેમના હથિયારો સાથે, મહારાષ્ટ્રના ગોંદિયાના પોલીસ અધિક્ષક

સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેમના પર કુલ 2૦ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં

આવ્યું હતું.

મહારાષ્ટ્રના ગોંદિયાના પોલીસ અધિક્ષક નિખિલ પિંગળેએ પુષ્ટિ

આપી હતી કે,” આત્મસમર્પણ કરનારા નક્સલીઓએ રોશન ઉર્ફે મારા ઇરિયા વેદજા પાસેથી એક

એસએલઆર ગન, બે મેગેઝિન અને 25

રાઉન્ડ સહિત હથિયારો આત્મસમર્પણ કર્યા હતા. સુભાષ ઉર્ફે પોજ્જા બંદુરવ્યા પાસેથી

એક એસએલઆર, બે મેગેઝિન અને

૨૩ રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. રતન ઉર્ફે મંકુ ઓમા પોય્યામ પાસેથી 8 મીમી

હથિયાર, એક મેગેઝિન અને 15

રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / ગાયત્રી પ્રસાદ ધીવર /

રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande