
નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે, કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, મનોહર લાલ, પ્રહલાદ જોશી, હર્ષ મલ્હોત્રા અને ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે ઉર્જાના વિવેકપૂર્ણ અને જવાબદાર ઉપયોગ, સ્વચ્છ અને નવીનીકરણીય ઉર્જા અપનાવવા અને બિનજરૂરી ઉપયોગ અટકાવવા માટે અપીલ કરી. નેતાઓએ જણાવ્યું હતું કે, નાની ઉર્જા બચત દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે, પર્યાવરણનું રક્ષણ કરશે અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ, હરિયાળું અને સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ઉર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગ એ સમયની જરૂરિયાત છે. તેમણે ગ્રહના રક્ષણ માટે વીજળી બચાવવા, સ્વચ્છ ઉર્જા અપનાવવા અને બિન જરૂરી ઉપયોગ અટકાવવા પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું હતું કે, આજના સભાન ઉર્જા પસંદગીઓ આવનારી પેઢીઓ માટે મજબૂત અને ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરશે.
કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ પર, દરેક વ્યક્તિએ તેમના રોજિંદા જીવનમાં ઉર્જા બચાવવા માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ. બિનજરૂરી ઉર્જાનો ઉપયોગ અટકાવવા અને અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરણા આપવાની જરૂરિયાત પર ભાર મૂકતા, તેમણે કહ્યું કે સામૂહિક પ્રયાસો દ્વારા જ સારું ભવિષ્ય શક્ય છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, આજે બચાવેલી ઉર્જા આવતીકાલની ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવે છે. જવાબદાર ઉર્જા ઉપયોગ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા, તેમણે ઉર્જા-કાર્યક્ષમ પદ્ધતિઓ અપનાવવા અને સ્વચ્છ અને હરિયાળા ભારત તરફ એક સાથે આગળ વધવાની અપીલ કરી.
કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાએ કહ્યું કે, ઉર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગ પર્યાવરણીય સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વીજળી બચાવવા, સ્વચ્છ ઉર્જા પસંદ કરવા અને બગાડ ઘટાડવાના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે, નાના નાના પ્રયાસો સાથે મળીને ભાવિ પેઢીઓ માટે ટકાઉ અને મજબૂત ભવિષ્ય બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ