
જામનગર, 15 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં શનિવારે રાજ્યના કાનુની સેવા સત્તા મંડળના આદેશ મુજબ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતોમાં મુકાયેલા 16076 કેસમાંથી 7274 કેસનો સમાધાનકારી ઉકેલ આવ્યો છે. લોક અદાલતોમાં કુલ રૂ. 18 કરોડ, 32 લાખ 54323ની રકમના સેટલમેન્ટ થયા છે.
જિલ્લાની તમામ અદાલતોમાં યોજાયેલી લોક અદાલતમાં સમાધાનને પાત્ર હોય તેવા ફોજદારી, નેગોશીયએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટના કલમ 138 હેઠળના કેસ, ઘરેલુ તકરારોના, હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય તેવા સીવીલ દાવાઓ, મોટર વાહન અકસ્માતોના દાવા, સુખાધિકારના દાવા, બેન્કો, વીજ કંપની, કોર્પોરેશન સહિતના વિભાગો સામેની તકરારોના કેસ મળીને પ્રિ-લીટીગેશનના 10845 કેસ મુકાયા હતા.
જેમાંથી 2857 માં રૂ.95,99,768 ના સેટલમેન્ટ સાથે સમાધાન થયું હતું. આ ઉપરાંત લોક અદાલતમાં મુકાયેલા 1729 કેસોમાંથી 1257 દાવાઓ અને કેસનું રૂ. 17 કરોડ, 36 લાખ 54,555ની રકમના સેટલમેન્ટ સાથે સમાધાન થયું હતું. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજની અધ્યક્ષતામાં તેઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવની દેખરેખ હેઠળ આયોજન થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt