
જામનગર, 16 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના સંત કબીર આવાસમાં એક ફલેટમાં બે વર્ષનો બાળક ફસાય જતાં ચીસોથી દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ એકઠા થયેલા લોકોએ દરવાજો તોડીને બાળકને બહાર કાઢ્યો હતો. જેથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
શહેરના એમ.પી.શાહ ઉઘોગનગર નજીકના સંત કબીર આવાસમાં એક પરિવારનો બે વર્ષ બાળક ફલેટમાં રૂમમાં હોય અને અંદરથી દરવાજો લોક થઈ ગયો હતો. પરિવારથી દરવાજો ન ખુલતા અને બાળકની ચીસોથી પરિવાર આફડા-ફાફડા બની ગયા હતા અને બુમો પાડવા લાગતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બનાવ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો ત્યાં પહોંચી હતી. આ દરમિયાન એકઠા થયેલા લોકોએ દરવાજાનો લોક તોડી નાંખ્યો હતો અને દરવાજો ખોલી નાંખ્યો હતો. બે વર્ષના બાળકને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવથી થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt