જામનગરમાં આવેલ સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીનો સ્વિમિંગ પુલ ખુલ્લો મુકાયો
જામનગર, 16 ડિસેમ્બર (હિ.સ.) : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર હસ્તકનું અને જામનગર ખાતે આવેલ સૌરાષ્ટ્રના એકમાત્ર ગરમ પાણીનો પૂલનું સમારકામ પૂર્ણ થતાં હવે જાહેર જનતા માટે પુનઃ ખુલ્લો મુકવામાં આવ્યો છે. પૂલમાં આવશ્યક નાના-મોટા રીપેરીંગ અને મેન્ટ
ગરમ પાણીનું સ્વિમિંગ પુલ


જામનગર, 16 ડિસેમ્બર (હિ.સ.) : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર હસ્તકનું અને જામનગર ખાતે આવેલ સૌરાષ્ટ્રના એકમાત્ર ગરમ પાણીનો પૂલનું સમારકામ પૂર્ણ થતાં હવે જાહેર જનતા માટે પુનઃ ખુલ્લો મુકવામાં આવ્યો છે. પૂલમાં આવશ્યક નાના-મોટા રીપેરીંગ અને મેન્ટેનન્સની કામગીરીના કારણે આ સ્વિમિંગ પૂલ નવેમ્બર-2025 થી બંધ રાખવામાં આવ્યો હતો, જે કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે.

જિલ્લા રમત વિકાસ અધિકારી બી.જે.રાવલિયાની યાદીમાં જણાવ્યા અનુસાર, 15 જાન્યુઆરી 2026 થી આ આધુનિક સ્વિમિંગ પૂલ તમામ જામનગરની જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે. પૂલનો લાભ લેવા ઈચ્છુક તમામ જુના સભ્યો તા. 15/12/2025 થી જાન્યુઆરી-2026 મહિના માટેની ફી ભરીને પૂલનો લાભ મેળવવાનું શરૂ કરી શકશે.

પૂલની સદસ્યતા અને અન્ય માહિતી મેળવવા માટે ઈચ્છુક રમતવીરો જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગરની કચેરીએ રૂબરૂ મુલાકાત લઈ શકે છે. માહિતી મેળવવાનો સમય સોમવાર થી શનિવાર દરમિયાન સવારે 10ઃ00 થી સાંજે 6ઃ00 વાગ્યા સુધીનો રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર 0288-2677816 પર સંપર્ક કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande