સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે, એક ભવ્ય વાડીનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.)સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે એક ભવ્ય વાડીનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વાડી ગ્રામજનોને ઓછા ખર્ચે સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો યોજવામાં મદદરૂપ થશે. મુખ્ય ઉદ્દેશ ગામડાના પ્રસંગોમાં ખર્ચ ઘટાડવો અને દરેક પરિવાર પોતાના પ્
સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે એક ભવ્ય વાડીનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું


સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે એક ભવ્ય વાડીનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું


સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે એક ભવ્ય વાડીનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું


સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે એક ભવ્ય વાડીનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું


પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.)સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે એક ભવ્ય વાડીનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વાડી ગ્રામજનોને ઓછા ખર્ચે સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો યોજવામાં મદદરૂપ થશે. મુખ્ય ઉદ્દેશ ગામડાના પ્રસંગોમાં ખર્ચ ઘટાડવો અને દરેક પરિવાર પોતાના પ્રસંગ સરળતાથી ઉજવી શકે તે છે.

વાડીના નિર્માણમાં ભેઠડીયા પરિવાર અને ગામના ભાઈઓનો ફાળો રહ્યો છે. ભૂમિના મુખ્ય દાતા કાંતાબેન રવજીભાઈ જોષી છે, જેમણે જમીન દાન કરી હતી. ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું અને સવારે સંતો, મહંતો, ભુવાઓ અને કુવાસીઓએ વાડીનું સામૂહિક ઉદ્ઘાટન કર્યું.

ભુરાભાઈ જોષી અનુસાર, આ વાડીના કારણે મંડપના મોટા ખર્ચો બચશે અને નાના-મોટા તમામ પ્રસંગો અહીં યોજી શકાય છે, જેનાથી ગ્રામજનોની સુખાકારીમાં વધારો થશે. લોકાર્પણ કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને બગી દ્વારા શોભાયાત્રા સાથે ઉત્સવ ઉજવાયો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande