

પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે આરોગ્ય વિભાગની ગર્વનીગ બોડી કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ યોજનાઓ અને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી તથા ટેક્નોલોજીના વધુ અસરકારક ઉપયોગ કરવા સાથે આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ગર્વનીગ બોડી કમિટીની બેઠકમાં એએનસી રજિસ્ટ્રેશન, અર્લી એએનસી રજિસ્ટ્રેશન, એએનસી પ્રોફાઈલ એલએમપી, એએનસી સિકલ સેલ ટેસ્ટ, એએનસી હેપેટાઈટિસ ટેસ્ટિંગ, એચઆઈવી ટેસ્ટ, બ્લડ ગ્રુપ ટેસ્ટ, ડિલિવરી રજિસ્ટ્રેશન તેમજ નામો યોજના સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
તે ઉપરાંત આરોગ્ય વિભાગની અન્ય મહત્વની કામગીરી જેમ કે ટીબી મુક્ત ભારત અભિયાન, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગતની પ્રવૃત્તિઓ, સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ, એનસીડી (નૉન કોમ્યુનિકેબલ ડિસીઝ), વેક્સિનેશન વગેરે વિષયક કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી ડી.બી. મહેતા, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, ડીટીઓ સીમા પોપટિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya