


પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં તેમણે જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટોની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
મંત્રીએ વિકાસલક્ષી કાર્યોની વર્તમાન પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી અને બાકી રહેલાં કામોને ત્વરિત પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી ઝડપથી હાથ ધરવા સૂચના આપી હતી.
વધુમાં તેમણે નવા રસ્તા, પુલો અને અન્ય વિકાસ પ્રોજેક્ટ માટેની જમીન સંપાદનની સ્થિતિની પણ સમીક્ષા કરી તેમજ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા સૂચના આપી.
બેઠકમાં જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મહાનગરપાલિકા કમિશ્નર હસમુખ પ્રજાપતિ, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પિયુષ શિગરખીયા તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામત ભમ્મર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya