આમ આદમી પાર્ટી ગુજરાતના નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણામાં કાર્યકર્તા બેઠક યોજાઈ
મહેસાણા,15 ડિસેમ્બર (હિ.સ.) આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ સહ પ્રભારી તથા પ્રદેશ સંગઠન મહામંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે કાર્યકર્તા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહેસાણા જિલ્લાભરના મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ, આગ
આમ આદમી પાર્ટી ગુજરાતના નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણામાં કાર્યકર્તા બેઠક યોજાઈ


મહેસાણા,15 ડિસેમ્બર (હિ.સ.)

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ સહ પ્રભારી તથા પ્રદેશ સંગઠન મહામંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે કાર્યકર્તા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહેસાણા જિલ્લાભરના મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન પાર્ટીના સ્થાનિક સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગામ, શહેર અને વોર્ડ સ્તરે સંગઠન કેવી રીતે સક્રિય કરવું, નવા કાર્યકર્તાઓને જોડવા તેમજ જનસંપર્ક વધારવા માટે શું પગલાં લેવા તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે આવનારા સમયમાં પાર્ટીની રાજકીય રણનીતિ, કાર્યક્રમોની રૂપરેખા અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પ્રદેશના નેતાઓએ કાર્યકર્તાઓને એકજૂટ રહી પાર્ટીની નીતિ અને સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સામાન્ય જનતાના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરતી રહી છે અને કાર્યકર્તાઓ જ પાર્ટીની સૌથી મોટી શક્તિ છે.

આ બેઠકથી મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનને નવી દિશા અને ઊર્જા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande