અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ: 400 કાર્યકર્તાઓનું સન્માન
પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.) પાટણના અનાવાડા ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝાની ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આયોજિત ગૌ ભાગવત કથા સમગ્ર દેશભરમાં ચર્ચાસ્પદ રહી હતી. આ કથાને સફળ બનાવનાર સેંકડો કાર્યકર્તાઓ માટે ભાવ સ્મરણ, ભાવદર્શન અને
અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ: 400 કાર્યકર્તાઓનું સન્માન


અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ: 400 કાર્યકર્તાઓનું સન્માન


પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.) પાટણના અનાવાડા ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝાની ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આયોજિત ગૌ ભાગવત કથા સમગ્ર દેશભરમાં ચર્ચાસ્પદ રહી હતી. આ કથાને સફળ બનાવનાર સેંકડો કાર્યકર્તાઓ માટે ભાવ સ્મરણ, ભાવદર્શન અને અનુભવ કથન કાર્યક્રમ યોજાયો હતો.

છ મહિનાથી વધુ સમય સુધી સમયદાન અને શ્રમદાન કરનાર કાર્યકર્તાઓએ વિવિધ સમિતિઓ અને પેટા સમિતિઓ દ્વારા આયોજનને ઐતિહાસિક અને ભવ્ય બનાવ્યું. સ્વચ્છતા, રસોડું, બેઠક વ્યવસ્થા, ટ્રાફિક-પાર્કિંગ, પાણી અને ઇલેક્ટ્રિક વાહનોની સુવ્યવસ્થા કારણે હજારો ભક્તોની હાજરી છતાં કોઈ અનિચ્છનિય ઘટના બની નહોતી.

મુકુંદ પ્રકાશજી મહારાજના આશીર્વાદ સાથે યોજાયેલી બેઠકમાં તમામ કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. મહારાજે જણાવ્યું કે ગૌ માતાની કૃપાથી જ આ મહાયજ્ઞ સફળ થયો છે તેમજ સુરભી યજ્ઞ, ભાગવતનું સંપૂર્ણ પારાયણ અને વૈદિક સરસ્વતી નદીના કિનારે થયેલ અનુષ્ઠાન સૌ માટે ગૌરવની વાત છે.

આ ભાવદર્શન કાર્યક્રમમાં 400થી વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા. મુખ્ય દાતા ચેતનભાઈ વ્યાસે ભોજન પ્રસાદ કરાવ્યો હતો અને નરેન્દ્ર સિંહ જાડેજાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચેતન વ્યાસ તથા દિનેશ જોષીએ ગૌ ભાગવત કથાને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande