ભાવનગર રેલવે મંડળ પર આયોજિત 68મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 225 કેસોનું નિપટારું
ભાવનગર,15 ડિસેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ પર 15 ડિસેમ્બર, 2025 ના રોજ “68મી પેન્શન અદાલત”નું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પેન્શન અદાલતમાં મંડળના નિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું. પેન્શન
68મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત


ભાવનગર,15 ડિસેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ પર 15 ડિસેમ્બર, 2025 ના રોજ “68મી પેન્શન અદાલત”નું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પેન્શન અદાલતમાં મંડળના નિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું.

પેન્શન ચુકવણી આદેશ (PPO), ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ, ગ્રુપ ઇન્શ્યોરન્સ સહિત પેન્શન સંબંધિત બ્રોડગેજ વર્કશોપના 8 કેસો અને મંડળ કચેરીના 217 કેસો સહિત કુલ 225 કેસોનું તત્પરતા અને સંતોષજનક રીતે નિપટારું કરવામાં આવ્યું.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પેન્શન અદાલતને સફળ બનાવવામાં કાર્મિક વિભાગ, નાણાં વિભાગ, નિપટારા શાખા અને વેલફેર ઇન્સ્પેક્ટર્સની ટીમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી, જેમના સંકલિત પ્રયત્નોથી તમામ કેસોનું સમયસર નિરાકરણ શક્ય બન્યું.

પેન્શન સંબંધિત મુદ્દાઓના ઝડપી નિરાકરણ અને ત્વરિત કાર્યવાહી બદલ “ઓલ ઇન્ડિયા રેલવે પેન્શનર્સ એસોસિયેશન” તથા “અખિલ ભારતીય રેલવે પેન્શનર્સ વેલફેર ફેડરેશન (All India Railway Pensioners Welfare Federation)” દ્વારા રેલવે પ્રશાસનના પ્રયાસોની પ્રશંસા કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande