ચાણસ્મામાં સરસ્વતી સાધના યોજના હેઠળ, વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો.
પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.)ચાણસ્માની કે.એન. નદાસીયા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને બક્ષીપંચની લાભાર્થી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી હતી.
ચાણસ્મામાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ

પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.)ચાણસ્માની કે.એન. નદાસીયા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને બક્ષીપંચની લાભાર્થી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા SC, ST અને બક્ષીપંચની વધુથી વધુ વિદ્યાર્થીનીઓ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે સરસ્વતી સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને શાળાએ આવવા-જવા માટે સાયકલ પૂરી પાડવામાં આવે છે.

સાયકલ વિતરણ સોમવારે સવારથી શરૂ થયું હતું. ચાણસ્મા નગર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી લાભાર્થી વિદ્યાર્થીનીઓ તેમના વાલીઓ સાથે શાળાએ પહોંચી હતી. સાયકલ મળતા વિદ્યાર્થીનીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande