સમી તાલુકાના દાઉદપુરમાં રામામંડળ દ્વારા, રામાપીરના જીવનચરિત્રની પાત્ર પ્રસ્તુતિ
પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામે રામજી મંદિર ચોક ખાતે નવયુવક નેજાધારી રામામંડળ નાની ચંદુર દ્વારા ભગવાન શ્રી રામાપીરના જીવનચરિત્રની ભક્તિભાવપૂર્ણ પાત્ર પ્રસ્તુતિ યોજાઈ. આમાં રામાપીરના જન્મથી લઈને સમાધિ સુધીના સમગ્ર જી
સમી તાલુકાના દાઉદપુરમાં રામામંડળ દ્વારા રામાપીરના જીવનચરિત્રની પાત્ર પ્રસ્તુતિ


પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામે રામજી મંદિર ચોક ખાતે નવયુવક નેજાધારી રામામંડળ નાની ચંદુર દ્વારા ભગવાન શ્રી રામાપીરના જીવનચરિત્રની ભક્તિભાવપૂર્ણ પાત્ર પ્રસ્તુતિ યોજાઈ. આમાં રામાપીરના જન્મથી લઈને સમાધિ સુધીના સમગ્ર જીવનને આવરી લેવામાં આવ્યું.

પ્રસ્તુતિમાં રામાપીરના બાળપણ, તપસ્યા, પરાક્રમ, માનવકલ્યાણ, ભક્તિભાવ, ચમત્કારો અને અંતે સમાધિ પ્રસંગ સુધીના વિવિધ પ્રસંગોને ક્રમબદ્ધ રીતે પાત્રો દ્વારા રજૂ કરાયું. પરંપરાગત વેશભૂષા, નેજાધારી સ્વરૂપ, આભૂષણો અને ધાર્મિક ચિહ્નોનો ઉપયોગ કરીને રામાપીરના મહિમાને દર્શાવવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન ભજન, કથા, આરતી, દીપ-ધૂપ અને નેજા પૂજન સાથે મંદિર ચોક ભક્તિમય બની ગયો. ગામના યુવાનો, વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને આજુબાજુના ગામોના ભક્તો ઉપસ્થિત રહ્યા. રામામંડળના સભ્યો અને કલાકારોના સહયોગથી લોકઆસ્થા અને પરંપરાનું પ્રસાર સફળતાપૂર્વક સિદ્ધ થયું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande