નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિડિયો કોન્ફરન્સ બાદ જિલ્લામાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોની સફાઈ અભિયાન
મહેસાણા,15 ડિસેમ્બર (હિ.સ.) માનનીય નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યાત્રાધામ અને પ્રવાસન સ્થળોની સ્વચ્છતા બાબતે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યભરના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા માટે સ્પષ્ટ
નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિડિયો કોન્ફરન્સ બાદ જિલ્લામાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોની સફાઈ અભિયાન


મહેસાણા,15 ડિસેમ્બર (હિ.સ.)

માનનીય નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યાત્રાધામ અને પ્રવાસન સ્થળોની સ્વચ્છતા બાબતે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યભરના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા માટે સ્પષ્ટ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી. યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ રહે તે હેતુસર તમામ જિલ્લાઓને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું.

વિડિયો કોન્ફરન્સમાં મળેલી સૂચનાઓના અન્વયે જિલ્લાના તમામ ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ મંદિર પરિસર, દર્શન માર્ગ, પ્રવેશદ્વાર, પાર્કિંગ વિસ્તારો, જાહેર શૌચાલય તેમજ આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ કરવામાં આવી હતી. નગરપાલિકા, ગ્રામ પંચાયત અને સંબંધિત વિભાગોના કર્મચારીઓ દ્વારા કચરો દૂર કરી સ્વચ્છતા જાળવવા ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

સાથે સાથે સ્થાનિક લોકો અને વેપારીઓને પણ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. પ્રશાસન દ્વારા નિયમિત સફાઈ અને કચરા વ્યવસ્થાપન પર સતત દેખરેખ રાખવાની ખાતરી આપવામાં આવી છે. આ પગલાંઓથી જિલ્લામાં આવેલા યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની સ્વચ્છતા વધુ સુદૃઢ બનશે અને પ્રવાસીઓમાં સકારાત્મક સંદેશ પહોંચશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande