પોરબંદરમાં જિલ્લાકક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનુ આયોજન.
પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પોરબંદર દ્વારા જિલ્લાકક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા – 2025 નુ આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધામાં પોરબંદર જિલ્લાના 7 થી 13 ઉંમર વર્ષના
પોરબંદરમાં જિલ્લાકક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનુ આયોજન.


પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પોરબંદર દ્વારા જિલ્લાકક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા – 2025 નુ આયોજન કરવામાં આવ્યુ છે.

આ સ્પર્ધામાં પોરબંદર જિલ્લાના 7 થી 13 ઉંમર વર્ષના સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ સ્પર્ધા માટેના નિયત નમુનાનું અરજી ફોર્મ ભરીને 18 ડિસેમ્બર 2025 સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પોરબંદર ખાતે મોકલી આપવાની રહેશે.

સમય મર્યાદા બાદ આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande