

પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) વિજ બચત સપ્તાહ અંતર્ગત પોરબંદર વિભાગીય કચેરી હેઠળ આવતા બગવદર સબ ડિવિઝનના ખાંભોદર ગામે પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક (ધોરણ 1 થી 12) સુધીનાં વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન તેમજ ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને PGVCL કંપની દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તમામ સ્પર્ધકોને પ્રોત્સાહનરૂપ ગિફ્ટ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન વીજ સલામતી અને વીજ બચત અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ બાળકોને નાટક દ્વારા વીજ બચતનો સંદેશ આપવામાં આવ્યો હતો. અને રાજુ જોશી અમદાવાદ દ્વારા નાટક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર વી જે ડઢાનિયા, નાયબ કાર્યપાલક ઇજનેર એન જે વીસાના, નાયબ કાર્યપાલક ઇજનેર સી એમ શાહ,નાયબ કાર્યપાલક ઇજનેર પી જે ગોહિલ તથા સ્કૂલના ટ્રસ્ટી વિજય ગોઢાણિયા અને વિભાગીય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya