

પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.) સરસ્વતી તાલુકાના મેસર ગામમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા આયુષ નિયામક, ગાંધીનગર દ્વારા પ્રેરિત વિના મૂલ્યે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સરકારી આયુર્વેદ દવાખાનું, ખારેડા, તા. સરસ્વતી અને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, પાટણના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું.
કેમ્પ દરમિયાન ઋતુજન્ય રોગો જેમ કે શરદી, ઉધરસ, તાવ, જૂના સાંધાના દુખાવા, પેટની તકલીફ અને ચામડીના રોગોનું આયુર્વેદ પદ્ધતિથી નિદાન અને સારવાર કરવામાં આવી હતી.
આ કેમ્પમાં આસપાસની વિસ્તારોમાંથી અંદાજે 53 લોકોને લાભ મળ્યો હતો. અનેક દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લઈને પોતાના સ્વાસ્થ્ય સુધારણા માટે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ