ગીર સોમનાથ બંદરમાં થયેલ ઘરફોડ ચોરીનો, ભેદ ઉકેલતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ગત તા.૦૮/૧૨/૨૦૨૫ ના રોજ વેરાવળ બંદર રોડ ઉપર હર્ષ સાગર ડિઝલ પંપની સામે વિકાસ એજન્સી નામની હાર્ડવેરની દુકાનના ગોડાઉનમાથી કોઇ અજાણ્યા ચોર ઇસમએ ફરયાદીની દુકાન તેમજ ગોડાઉનના બંધ ડેલામાં પ્રવેશ કરી બંધ દુકાનની મ
બંદરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી


ગીર સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ ગત તા.૦૮/૧૨/૨૦૨૫ ના રોજ વેરાવળ બંદર રોડ ઉપર હર્ષ સાગર ડિઝલ પંપની સામે વિકાસ એજન્સી નામની હાર્ડવેરની દુકાનના ગોડાઉનમાથી કોઇ અજાણ્યા ચોર ઇસમએ ફરયાદીની દુકાન તેમજ ગોડાઉનના બંધ ડેલામાં પ્રવેશ કરી બંધ દુકાનની મોટી બારીનો કાચ તોડી દુકાનમા પ્રવેશ કરી દુકાનમાં રાખવામાં આવેલ આઇસ પ્લાન્ટ તેમજ બોઇલ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતા લોખંડના વાલ્વ નંગ ૩ જેની કિ.રૂ.5,000 તેમજ એલ્યુમીનીયમ જુના જેવી પટ્ટીઓ જેઓનું વજન આશરે ૧૬ કિલોગ્રામ જે એક કિલોગ્રામની કિ.રૂ.૨૦૦ લેખે કુલ કિ.રૂ.૩.૨૦૦ તથા લોખંડની પાણીની ઇલેકટ્રીક મોટર જેની કિ.રૂ.આશરે ૫,૦૦૦ તથા લોખંડના પાઇપો નંગ ૩ જેનુ વજન આશરે ૧૫ કિ.ગ્રા.જે ૧ કિ.ગ્રા.ની કિ.રૂ.૧૦૦ લેખે કુલ કિ.રૂ.૧.૫૦૦ મળી કુલ કિ.રૂ.૧૫,૭૦૦ વાળી વસ્તુઓની ચોરી કરી તેમજ આશરે કિ.રૂ.૧૫,૦૦૦ નુ નુકસાન કરી નાશી જઇ ગુન્હો કરેલ હોય જે બાબતે વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૯૨૫૦૯૮૦/૨૦૨૫ બી.એન.એસ.૨૦૨૩ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૩), ૩૨૪(૨) મુજબનો ગુન્હો રજી.કરવામાં આવેલ જે અન્વયેમળેલ બાતમી હકીકત આધારે ઉપરોકત ગુન્હાના કામે નીચે જણાવેલ નામ વાળા ઇસમને વેરાવળ તાલાળા નાકા ખાતેથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.પકડેલ આરોપી મુકેશભાઇ ઉર્ફે મહેશ કરશનભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે.મુળ ઇણાજ તા.વેરાવળ હાલ રહે.ગોરખમ તા.સુત્રાપાડા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande