સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળમાં Ph.D. Course Work 2025 ના ઉદ્ઘાટનસત્રનું સફળતાપૂર્વક આયોજન
સોમનાથ, 15 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિની પ્રેરણા અને માર્ગદર્શનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના નિયમો મુજબ અત્રેની યુનિવર્સિટીના સંશોધન વિભાગે વર્ષ-2025 માં 15 ડિસેમ્બર થી 24ડિસે
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,


સોમનાથ, 15 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિની પ્રેરણા અને માર્ગદર્શનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના નિયમો મુજબ અત્રેની યુનિવર્સિટીના સંશોધન વિભાગે વર્ષ-2025 માં 15 ડિસેમ્બર થી 24ડિસેમ્બર સુધી પીએચ.ડી. કોર્સવર્કનું આયોજન કરેલ છે. તે અંતર્ગત 15 ડિસેમ્બરના રોજ સવારે 10:30 કલાકેથી અત્રેના પરિસરના પાતંજલ યોગભવનમાં ઉદ્ઘાટનસત્રનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 29 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં.

અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, બાહ્ય વિષય-નિષ્ણાંતરૂપે School of Computer Science (SCS), Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabadના પ્રો.નિલેશ મોદી, Department of Sanskrit, H. K. Arts College, Ahmedabadના ડૉ.રવીન્દ્રકુમાર ખાંડવાલા, અત્રેની યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના અધ્યક્ષ અને વ્યાકરણના માર્ગદર્શક પ્રો. વિનોદ કુમાર ઝા અને યુનિવર્સિટી સંચાલિત કૉલેજના પ્રધાનાચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા, સંશોધન-પ્રકાશન વિભાગના પ્રભારી શોધનિર્દેશક ડૉ.પંકજકુમાર રાવલ તથા અન્ય અધિકારી, અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમગ્ર આયોજનમાં સભ્યસચિવ તરીકે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિકકુમાર પંડ્યા અને સહાયક તરીકે રાહુલ ત્રિવેદીએ કામગીરી કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande