મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા
- છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના 4.5 કરોડથી વધુ બાળકોએ લીધો લાભ - આ કાર્યક્રમ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોના આરોગ્યની સમસ્યાઓ શોધીને 17.5 હજારથી વધુ હૃદય સંબંધિત સર્જરી-સારવાર, 4149 કીડની સારવાર,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા


- છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના 4.5 કરોડથી વધુ બાળકોએ લીધો લાભ

- આ કાર્યક્રમ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોના આરોગ્યની સમસ્યાઓ શોધીને 17.5 હજારથી વધુ હૃદય સંબંધિત સર્જરી-સારવાર, 4149 કીડની સારવાર, 2336 કલબફૂટ, 1408 ક્લેફ્ટ લીપ પેલેટ તેમજ 692 કેન્સર રોગની સારવાર અપાઈ

ગાંધીનગર,15 ડિસેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક બન્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા નેતૃત્વમાં આજે આરોગ્યને લગતી જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાનાં નાગરીકો સુધી પહોચી છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના 4.5 કરોડથી વધુ બાળકોએ આ યોજનાનો લાભ લીધો છે.

આ યોજના હેઠળ રાજ્યમાં દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરીયાતવાળા બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ PHC-CHC-SDH, જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજ અને હોસ્પિટલો તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો ખાતે રીફર કરીને તદ્દન વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન અંતર્ગત આ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોના આરોગ્યની સમસ્યાઓ શોધીને 45 હજારથી વધુ બાળકોને હૃદય સબંધિત સર્જરી અને સારવાર, 4149 કીડની સારવાર, 2336 કલબફૂટ, 1408 ક્લેફ્ટ લીપ પેલેટ, 692 કેન્સર રોગની સારવાર, 751 કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી, 42 કીડની ટ્રાન્સપ્લાન્ટ,23 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તેમજ 12 લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે.

શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએ બાળકોના નિદાન, રિફર અને સારવાર માટે ગુજરાતમાં કુલ –28 ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેશન સેન્ટર (DIEC) કાર્યરત કરવામાં આવ્યા છે. વધુમાં રાજ્યમાં કુલ 992 આર.બી.એસ.કે મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે. આ ટીમો 6 વર્ષ સુધીના આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા નવજાત શીશુથી 18 વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકોની આરોગ્ય તપાસ કરી સારવાર કરવામાં આવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ ડીલીવરી પોઇન્ટ ખાતે દરેક નવજાત શીશુનું બર્થ ડીફેકટ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. ઉપરાંત નવજાત શિશુથી 6 વર્ષના આંગણવાડીના બાળકો, ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકોનું 4D બર્થ ડીફેકટ, ડેવલપમેન્ટલ ડીલે, ડીસીઝ અને ડેફીસીઅન્સી માટે નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande