જામનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 64 મી બેઠકમાં 66 ગામોને34.51 લાખથી વધુનું પાણી વેરા પ્રોત્સાહન
જામનગર, 15 ડિસેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 64મી બેઠક જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન, ગ્રામીણ જળ વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મહત્વપૂર્ણ નાણાકીય
જિલ્લા કલેકટર બેઠક


જામનગર, 15 ડિસેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 64મી બેઠક જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન, ગ્રામીણ જળ વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મહત્વપૂર્ણ નાણાકીય ફાળવણી અને યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી.વાસ્મો દ્વારા સંચાલિત પાણી વેરા પ્રોત્સાહન યોજના અંતર્ગત જામનગર જિલ્લાના કુલ 66 ગામોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા પંચાયત જામનગરને રૂપિયા 34,51,567 ની કુલ રકમ ફાળવવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. આ રકમમાં 66 ગામોને મુખ્ય પ્રોત્સાહન સ્વરૂપે રૂ. 33,07,993 , સુધાઘુના સેવા સહકારી મંડળીને 30000 તેમજ લગત ગામના VCE ને 1,13,574 નો સમાવેશ થાય છે.આ ઉપરાંત બેઠકમાં જિલ્લાના જળ સ્ત્રોતોની લાંબા ગાળાની જાળવણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે જામનગર જિલ્લાનો સોર્સ સસ્ટેનેબિલિટી પ્લાન પણ મંજૂર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, વાસ્મોના અધિકારીઓ સહિત સંબંધિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande