
જુનાગઢ,15 ડિસેમ્બર (હિ.સ.) વંથલી ખાતે આવેલ સહજાનંદ સ્વામી ગુરુકુળ ખાતે આગામી 19થી 21ત્રણ દિવસીય શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે શાસ્ત્રી વ્રજવલ્લભદાસજી તેમજ માધવસ્વરૂપદાસજીનાના કંઠે રોજ સવારે 8:30 થી 11:30 તથા બપોરે 3:30થી 6:30 સુધી શિક્ષાપત્રી ભાષ્ય કથા યોજાશે. ગુરુવર્ય દેવપ્રસાદ સ્વામીજીના સાનિધ્યમાં
યોજાનાર આ શિક્ષાપત્રી વિશિષ્ટ પૂજન,આચાર્ય વિશિષ્ટ પૂજન, મહિલા મંચ, વ્યાખ્યાન માળાઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વરિષ્ઠ સંતોના હાથે મંગળ દિપ પ્રાગટ્ય કરાશે. બાલકૃષ્ણદાસજી સ્વામી શાસ્ત્રી ફરેણી દ્વારા મંગલ ઉદબોધન અને નિલકંઠચરણદાસજી સ્વામી દ્વારા મંગલ આશીર્વચન પાઠવશે. આ તકે 19ના સવારે 8 કલાકે પોથીયાત્રા, 8:15 કલાકે શાસ્ત્રી મુકુંદ પંડયા યગ્ન પ્રારંભ કરાવશે,
ધર્મોત્સવમાં 8:45 અભિષેક/પ્રદર્શન ઉદઘાટન, સવારે 9 કલાકે મહોત્સવ મંગલ દીપ ઉદઘાટન, 9ક્લાકે પ્રાગટ્ય, રાત્રિના રાસોત્સવ, કીર્તન સંધ્યા તેમજ 20ના બપોરે 12 કલાકે અન્નકૂટ આરતી દર્શન, બપોરે 1 કલાકે મહિલા મંચ, તેમજ સાંજે 8:30કલાકે ગુરુકુળના વિધાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ તકે અનેક સંતો મહંતો,આગેવાનો, દાતાઓ હાજર રહેશે. મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ