
મહેસાણા,15 ડિસેમ્બર (હિ.સ.)
આજરોજ કડી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બ્રિજેશ પ્રજાપતિ દ્વારા રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ (NTEP) અંતર્ગત ચાલી રહેલી કામગીરીનો વિગતવાર રીવ્યુ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં તાલુકા અંતર્ગત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)માં NTEP કાર્યક્રમની અમલવારી, નોંધણી, સારવારની પ્રગતિ, દવાઓનું વિતરણ, ફોલો-અપ અને રિપોર્ટિંગની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રીવ્યુ દરમિયાન માનનીય લાયઝન ઓફિસર ડો. કાદરી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ આગામી સમયમાં PHC વાઈઝ પ્રેઝન્ટેશન તૈયાર કરવાની સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું. દરેક PHC દ્વારા પોતાના વિસ્તારમાં ક્ષય રોગની ઓળખ, નોંધાયેલ દર્દીઓની સ્થિતિ, સારવાર પૂર્ણતાનો દર તેમજ પડકારોની વિગતો પ્રેઝન્ટેશન મારફતે રજૂ કરવાની રહેશે, જેથી કાર્યક્રમની અસરકારકતા વધુ વધારી શકાય.
ડોક્ટર બ્રિજેશ પ્રજાપતિએ તમામ આરોગ્ય કર્મચારીઓને NTEP કાર્યક્રમને વધુ સક્રિય રીતે અમલમાં મૂકવા, સમયસર ડેટા અપડેટ કરવા અને ક્ષય મુક્ત તાલુકા બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવવાની અપીલ કરી હતી. આ સમીક્ષા બેઠકથી કડી તાલુકામાં ક્ષય નિયંત્રણ કાર્યક્રમને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR