પોરબંદર ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન.
પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) બેટી બચાઓ બેટી પઢાઓ (BBBP) યોજના અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયત હોલ, પોરબંદર ખાતે માર્ગદર્શન સેમિનાર અને જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ મિશન કો–
પોરબંદર ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન.


પોરબંદર ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન.


પોરબંદર ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન.


પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) બેટી બચાઓ બેટી પઢાઓ (BBBP) યોજના અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયત હોલ, પોરબંદર ખાતે માર્ગદર્શન સેમિનાર અને જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ મિશન કો–ઓર્ડિનેટર ડો. સંધ્યા જોષીએ BBBP યોજનાના ઉદ્દેશ્યો તેમજ જિલ્લામાં યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રગતિ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતુ.જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવેએ મહિલાઓની સુરક્ષા, જાતિગત ભેદભાવ અને લિંગ સમતોલતા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

નાણાકીય સશક્તિકરણના મહત્વ પર ભાર મૂકતાં સૌરભભાઈ મારુ (લિટ્રસી ઇન ફાઇનાન્સ) દ્વારા ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ તેમજ ગુજરાત સરકારની ‘વ્હાલી દીકરી યોજના’ના નાણાકીય લાભો અને અરજી પ્રક્રિયાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના કાયદાકીય માર્ગદર્શન સત્રમાં ઘરેલું હિંસા વિરોધી કાયદા, સખી વન-સ્ટોપ સેન્ટર (OSC)ની સેવાઓ તથા સગીર દીકરીઓના રક્ષણ માટે રચાયેલા પોક્સો એક્ટની જોગવાઈઓ વિશે પ્રેઝન્ટેશન મારફતે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત તમામ ઉપસ્થિતોને BBBP કિટ (બેગ)નું વિતરણ પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે “સંકલ્પ” – ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનનાં અધિકારીઓ ઉપરાંત ICDS વિભાગના CDPO રાણાવાવ દક્ષાબેન સહિતના અનેક પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં સ્ત્રીભ્રૂણ હત્યા રોકવા, દીકરીઓને જન્મથી શિક્ષણ અને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત કરવા તેમજ મહિલાઓને કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃતિ વધે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે

મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ 90 થી વધુ આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપી તેમને BBBP યોજનાના ‘માસ્ટર ટ્રેનર’ તરીકે તૈયાર કરવામાં આવ્યા, જેથી તેઓ ગામડાંના સ્તરે જઈ વધુ મહિલાઓને જાગૃત કરી શકે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande