ખલીપુર ગામે આવેલા રામાપીરના મંદિર નજીક ધર્મશાળા અને અન્નક્ષેત્રના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.) પાટણના ખલીપુર ગામે આવેલા રામાપીરના મંદિર નજીક ભાવિક ભક્તોની સુવિધા માટે ધર્મશાળા અને અન્નક્ષેત્રના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રામાપીર મંડળ દ્વારા હાથ ધરાયેલું આ કાર્ય શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભૂમ
ખલીપુર ગામે આવેલા રામાપીરના મંદિર નજીક ભાવિક ભક્તોની સુવિધા માટે ધર્મશાળા અને અન્નક્ષેત્રના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


ખલીપુર ગામે આવેલા રામાપીરના મંદિર નજીક ભાવિક ભક્તોની સુવિધા માટે ધર્મશાળા અને અન્નક્ષેત્રના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.) પાટણના ખલીપુર ગામે આવેલા રામાપીરના મંદિર નજીક ભાવિક ભક્તોની સુવિધા માટે ધર્મશાળા અને અન્નક્ષેત્રના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રામાપીર મંડળ દ્વારા હાથ ધરાયેલું આ કાર્ય શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભૂમિપૂજન કરી 11 પૂજિત ઈંટો મૂકી શરૂ કરવામાં આવ્યું હતું.

ખલીપુર સ્થિત રામાપીરના સ્થાનકે દર રામાપીરની બીજના દિવસે હજારો ભક્તો પગપાળા યાત્રા સંઘો સાથે દર્શનાર્થે આવે છે. તેમની રહેવા અને ભોજનની વ્યવસ્થા સુલભ બને તે હેતુથી મંડળ દ્વારા સદાવ્રત ચલાવવામાં આવે છે અને હવે આ સુવિધાઓ વધુ મજબૂત બનાવવા નિર્માણ કાર્ય શરૂ કરાયું છે.

આ નિર્માણ માટે રામાપીર મંડળે ગામેગામ રામાપીરનું આખ્યાન ભજવી ભંડોળ એકત્ર કર્યું હતું તેમજ દાતાઓના ઉદાર દાનથી પણ સહકાર મળ્યો હતો. પ્રસંગે જિલ્લા પ્રમુખ તથા ઓબીસી વર્ગીકરણ સમિતિના રણજીતસિંહ ચમનજી ઠાકોરે સદાવ્રત માટે ₹21,000નું દાન જાહેર કરી તેમનું સન્માન કરાયું હતું.

ડેર ગામના મંગાજી પનાજી ઠાકોરે પણ ₹21,000નું દાન જાહેર કર્યું હતું અને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પાટણ જિલ્લા ઓબીસી વર્ગીકરણના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે રામાધણી મિત્ર મંડળની આ પહેલને આવકારી વધુ ₹21,000નું દાન જાહેર કરી ભક્તોની સેવાના આ કાર્યને બિરદાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande