કેન્દ્રીય ખેલ મંત્રી એ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.
પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય શ્રમ રોજગાર ખેલ અને યુવા બાબતોના મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખ માંડવીયાએ આજે પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલના મેદાનમાં ખેલાડીઓને પણ પ્
કેન્દ્રીય ખેલ મંત્રી ડો. મનસુખ માંડવીયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.


કેન્દ્રીય ખેલ મંત્રી ડો. મનસુખ માંડવીયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.


કેન્દ્રીય ખેલ મંત્રી ડો. મનસુખ માંડવીયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.


કેન્દ્રીય ખેલ મંત્રી ડો. મનસુખ માંડવીયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.


કેન્દ્રીય ખેલ મંત્રી ડો. મનસુખ માંડવીયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.


પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય શ્રમ રોજગાર ખેલ અને યુવા બાબતોના મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખ માંડવીયાએ આજે પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલના મેદાનમાં ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા.

પોરબંદરના સ્પોર્ટસ સંકુલ ખાતે આયોજિત સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભ પ્રસંગે પોરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ પોરબંદર જુનાગઢ અને રાજકોટ જિલ્લાના રમત ગમતમાં ઉત્સુક યુવાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૌનો જોમ અને જુસ્સો વધાર્યો હતો. 14 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર સુધી ચાલનારા સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા એ સાંસદ ખેલ મહોત્સવને ખુલ્લો મુકતા રમતવીરોને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રમત ગમતને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ખેલાડીઓને ઉત્સાહિત કરતા તેમને કહ્યું કે લગભગ દરેક મન કી બાત ના એપિસોડમાં વડાપ્રધાન દેશના રમતવીરોને પ્રોત્સાહિત કરે છે, પ્રેરણા આપે છે . રમત ગમત ક્ષેત્રે ભારતના યુવાનો સમગ્ર વિશ્વમાં આગળ વધે અને સિદ્ધિઓ મેળવી ભારતનું ગૌરવ વધારે તેવા કેન્દ્ર સરકારના સતત પ્રયાસો છે અને તેમાં વ્યાપક યોજનાઓની અમલવારી સાથે આપણે સિદ્ધિઓ મેળવી છે તેમ કેન્દ્રીય ખેલ મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રીએ આ તકે કહ્યું કે રમતમાં ખેલદિલી હોય છે. હાર જીત એક અલગ બાબત છે પરંતુ જે જીતી ન શકે તે આગળ જીતવા માટે શીખે છે. સ્વાસ્થ્યની તંદુરસ્તી સાથે માનસિક વિકાસ પણ થાય છે.

તેમણે કહ્યું કે ભારતના છેવાડાના વિસ્તારમાંથી પણ યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે દેશનું ગૌરવ વધારે તે માટે સરકારના પ્રયાસો છે. તેમણે યુવાનોને રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા પણ આહવાન કર્યું હતું. ઓલમ્પિક અને અન્ય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓ માટે પ્રોત્સાહક ઇનામ રકમની જાણકારી સાથે ખેલાડીઓને મંત્રી એ પ્રોત્સાહિત કર્યા હતા.

ખેલાડીઓને દરેક રમત ની ટ્રેનિંગ માટે પ્રેક્ટિસ માટે સરકાર પ્લેટફોર્મ પૂરું પાડે છે. સુવિધા આપવામાં આવે છે તેની યોજનાથી વિગતો પણ મંત્રીએ આપી હતી.કેન્દ્રીય મંત્રી એ આગામી પાંચ વર્ષમાં પોરબંદર લોકસભા વિસ્તારમાં 100 યુવાનો રમતગમત ક્ષેત્રે રાજ્ય અને દેશમાં રાષ્ટ્રીય સ્તરે તૈયાર થાય તેનું પણ વિઝન રાખવામાં આવ્યું છે એમ પણ જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ બાળકોના વાલીઓને પણ બાળકમાં રહેલી રમતગમતની શક્તિઓ ખીલે તે માટે તેમને ગમતી રમતોમાં આગળ વધારવામાં આવે તે માટે જણાવ્યું હતું.

આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના માર્ગદર્શનમાં રમત ગમતના સ્પર્ધકો ખેલાડીઓ આગળ વધે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવીને પ્રયાસો કરવામાં આવી છે

તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતમાં પણ સ્પોર્ટ્સમાં યુવાનો આગળ વધી રહ્યા છે. યુવાઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી બનાવે અને તેમને રમતનું સારામાં સારું વાતાવરણ મળે તે માટેની માળખાગત સુવિધા સાથે ખૂબ મહત્વનું કાર્ય હાલ ચાલી રહ્યું છે તેમ જણાવીને મંત્રી એ વ્યસન છોડીને મેદાન અપનાવવા આહવાન કર્યું હતું.

મંત્રી અર્જુન મોઢવાડિયા એ કહ્યું કે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરમાં 112 કરોડના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમની પણ મંજૂરી આપી છે. આ ઉપરાંત પોરબંદરમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ સહિત રમત ગમતના મેદાનમાં ખેલ સંલગ્ન સુવિધાના કાર્યો પણ થવાના છે.

વધુમાં તેમણે પોરબંદરના મણિયારા રાસએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેમ પોરબંદર જિલ્લાના યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ વધે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએએ પોરબંદર સાથે દેશનું ગૌરવ વધારે તેવી આશા વ્યક્ત કરી હતી.

પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાતિવારીએ પ્રાસંગિક ઉદબોધન આપીને પોરબંદર સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી થનાર યુવાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ લોકસભા વિસ્તારના વિકાસ કામોની વાત કરીને કાર્યક્રમની આભારવિધિ કરી હતી.આ પ્રસંગે મહાનુભાવો દ્વારા કોચ અને રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કરાયા હતાં અને

કેન્દ્રીય મંત્રી તેમજ પોરબંદર જિલ્લાના સાંસદ ડૉ. મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકાના રૂ.41.3 કરોડના વિકાસના કામોનું ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ કરાયું હતું.

સાંસદ ખેલ મહોત્સવ પ્રારંભ પ્રસંગે ઓલમ્પિક અને ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર સુજીત કલવાર, અમન શેરાવત અને રિંકુની ઉપસ્થિતી રહી હતી. અને પોરબંદર વિધાનસભા વિસ્તારના ખેલાડીઓને પ્રોત્સાહન કર્યા હતા. અને સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી થનાર ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande