રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આણંદમાં સોજીત્રાના પલોલ ગામે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી
- રાજ્યપાલએ ખેતરમાં હળ ચલાવી ખેડૂતો સાથે કર્યો સંવાદ - રૂણજ ગામે સરદાર સ્મૃતિ વન ખાતે ''એક પેડ મા કે નામ'' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરતા રાજ્યપાલ આણંદ,15 ડિસેમ્બર (હિ.સ.) આણંદ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બીજા દિવસે વહેલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આણંદમાં સોજીત્રાના પલોલ ગામે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આણંદમાં સોજીત્રાના પલોલ ગામે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આણંદમાં સોજીત્રાના પલોલ ગામે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

- રાજ્યપાલએ ખેતરમાં હળ ચલાવી ખેડૂતો સાથે કર્યો સંવાદ

- રૂણજ ગામે સરદાર સ્મૃતિ વન ખાતે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરતા રાજ્યપાલ

આણંદ,15 ડિસેમ્બર (હિ.સ.) આણંદ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બીજા દિવસે વહેલી સવારે પલોલ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા અમિત પટેલના ખેતરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ હળ ચલાવીને ખેતરમાં ખેડાણ કર્યું હતું..

આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને લગતી બાબતો અંગે વિસ્તારપૂર્વક સમજ આપી હતી. તેમજ પ્રાકૃતિક કૃષિ દ્વારા કેવી રીતે વધુ ઉપજ મેળવી શકાય તેના વિવિધ આયામો અંગે પણ માહિતી આપી હતી. ઉપરાંત ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિને લગતા સવાલોના જવાબો આપી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું..

પ્રાકૃતિક ફાર્મની મુલાકાત બાદ રાજ્યપાલએ રૂણજ ગામે સરદાર સ્મૃતિ વન ખાતે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ વડના છોડનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી તેની જાળવણી કરવા અધિકારીઓને સૂચના પણ આપી હતી.

રાજ્યપાલની સાથે ઉપસ્થિત મદદનીશ કલેકટર હિરેન બારોટ અન નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈએ પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

 rajesh pande