પાટણ નવા બસ સ્ટેન્ડને બાંધકામ પૂર્ણ થયા પહેલા જ, બિલ્ડીંગ યુઝ (BU) પરમિશન આપી દેવામાં આવી: કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલના ગંભીર આક્ષેપ
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે પાટણ નગરપાલિકાના અધિકારીઓ પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, શહેરના નિર્માણાધીન નવા બસ સ્ટેન્ડને બાંધકામ પૂર્ણ થયા પહેલા જ બિલ્ડીંગ યુઝ (BU) પરમિશન આપી દેવામાં આવ
પાટણ નવા બસ સ્ટેન્ડને બાંધકામ પૂર્ણ થયા પહેલા જ બિલ્ડીંગ યુઝ (BU) પરમિશન આપી દેવામાં આવી: કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે ગંભીર આક્ષેપ


પાટણ નવા બસ સ્ટેન્ડને બાંધકામ પૂર્ણ થયા પહેલા જ બિલ્ડીંગ યુઝ (BU) પરમિશન આપી દેવામાં આવી: કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે ગંભીર આક્ષેપ


પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે પાટણ નગરપાલિકાના અધિકારીઓ પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, શહેરના નિર્માણાધીન નવા બસ સ્ટેન્ડને બાંધકામ પૂર્ણ થયા પહેલા જ બિલ્ડીંગ યુઝ (BU) પરમિશન આપી દેવામાં આવી છે, જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

દિપક પટેલના જણાવ્યા મુજબ, બસ સ્ટેન્ડનું પ્રથમ માળનું કામ ચાલુ હોવા છતાં 22 સપ્ટેમ્બર, 2025ના રોજ BU પરમિશન આપવામાં આવી હતી. 9 ઓક્ટોબર, 2025ના ગૂગલ મેપના ફોટા અને વીડિયોમાં પણ બાંધકામ ચાલુ હોવાનું દેખાય છે. આ ઉપરાંત, પાછળના ભાગે ત્રીજા અને ચોથા માળની દુકાનો તૈયાર ન હોવા છતાં 15 ડિસેમ્બર, 2025ના રોજ તેનું પણ BU આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, GDCRના નિયમો મુજબ BU આપતા પહેલા સ્થળ તપાસ ફરજિયાત છે, પરંતુ આ કેસમાં તેવી કોઈ તપાસ થઈ હોવાનું જણાતું નથી. BU મળ્યા બાદ પણ બાંધકામ ચાલુ રાખવામાં આવવાથી અકસ્માત અને જાનહાનિના જોખમો ઊભા થયા છે. તેમણે સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ મામલે પાટણના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, નાગરિકોને ઝડપથી બસ સ્ટેશન જેવી પાયાની સુવિધા મળી રહે તે હેતુથી BU પરમિશન આપવામાં આવી છે. વિસ્તારમા વધુ હોસ્પિટલો હોવાના કારણે આસપાસના ગામડાથી આવતા લોકોને હાલાકી ન પડે, તે માટે BU ઝડપથી ઈશ્યુ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande