

ભરૂચ, 18 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચ વીજ કંપનીની મોટી બેદરકારી જૂનું ડિજિટલ મીટર હોવા છતાં 'સ્માર્ટ મીટર' ના નામે 34 હજારનું બિલ ફટકાર્યું અને ડીજીવીસીએલ વીજ કર્મચારીઓની દાદાગીરી સામે આવી તમારે બિલ તો ભરવું જ પડશે તેમ કહી વીજ કંપનીની ભૂલ હોવા છતાં ભરૂચ એલસીબીના હેડ કોન્સ્ટેબલ પાસે 35 હજાર ભરાવ્યા હતા. આ બાબતે પરવાનગી લઈ આ હેડ કોન્સ્ટેબલએ લેખિત વીજ કંપનીને ફરિયાદ કરી છે.
ભરૂચ ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે ભરૂચમાં દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL) ની ગંભીર બેદરકારી સામે આવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) માં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીને ઘરે જૂનું ડિજિટલ મીટર હોવા છતાં, કાગળ પર સ્માર્ટ મીટર બતાવીને અધધ 34,673 નું બિલ ફટકારી દેવામાં આવ્યું છે. ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને એલસીબીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલાએ આ મામલે લેખિત ફરિયાદ કરી છે. તેમના ઘરે હજુ પણ જૂનું ડિજિટલ મીટર (નંબર: CHAL-2359815) કાર્યરત છે.
પરંતુ ડીજીવીસીએલના રેકોર્ડ પર કોઈ કારણોસર નવું સ્માર્ટ મીટર (નંબર: DSMSAE0050417) ઇન્સ્ટોલ થઈ ગયું હોય તેમ બતાવવામાં આવ્યું છે. આ ભૂલને કારણે તેને ચાલુ મહિને 34,673.25 નું તોતિંગ બિલ આપવામાં આવ્યું છે. જેની સામે અવાર નવાર મૌખિક રજૂઆત કરવા છતાં ડિજીસીએલના અધિકારીઓએ ધ્યાન પર લીધું નહી અને તમારે ભરવું જ પડશે એવા શબ્દો કહી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.
પીડિત ગ્રાહકે પંચબત્તી સબ ડિવિઝનના કાર્યપાલક ઈજનેરને પત્ર લખીને રજૂઆત કરી છે કે, જ્યારે સ્થળ પર સ્માર્ટ મીટર લાગ્યું જ નથી, તો કયા આધારે આટલું મોટું બિલ જનરેટ કરવામાં આવ્યું? તેમણે મીટરની વિગતો ચકાસીને બિલમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરી છે.મારી પાસે જૂનું ડિજિટલ મીટર જ છે, પણ બિલ સ્માર્ટ મીટર મુજબ આવ્યું છે. આ વહીવટી ભૂલ સામાન્ય માણસ માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.
ધર્મેન્દ્રસિંહ ઝાલાને માર્ચ મહિનાથી વધારાનું બીલ આપવામાં આવતું હતું. તેના ક્વાર્ટરમાં વરસ પહેલા જ ડિજિટલ મીટર લાગ્યું હતું. બિલ પણ સમયે ભરાતું હતું તો પણ વરસના બાકી કાઢ્યા હતા. એજન્સીએ સ્માર્ટ મીટર બેસાડ્યું નથી પરંતુ તેના 4 હજાર યુનિટનું બિલ ડીજીવિસીએલ એ કાઢ્યું હતું. જે 35 હજાર ભરી પણ દીધા છે. સ્માર્ટ મીટરનો ડખો હવે સરકારી કર્મચારીઓને પણ ભારે પડી રહ્યો છે. એક અન્ય મહિલા કર્મચારીને પણ 11 હજાર બિલ સ્માર્ટ મીટરનું આવ્યું છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ