જમ્મુ-કાશ્મીરના વધુ બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાયત કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 18 ડિસેમ્બર (હિ.સ.) : નિલેશ જાજડીયા, પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ,જુનાગઢ તથા જયદિપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક, ગીરસોમનાથ એ અતિ સંવેદનશીલ બોર્ડર એવા દરીયાઇ કાંઠાના વિસ્તારમાં આવેલ મસ્જીદો/મદરેસાઓ/દરગાહોમાં સઘન ચેકિંગના કરવા સૂચના કરવામ
જમ્મુ-કાશ્મીરના વધુ બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાયત કરતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 18 ડિસેમ્બર (હિ.સ.) : નિલેશ જાજડીયા, પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ,જુનાગઢ તથા જયદિપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક, ગીરસોમનાથ એ અતિ સંવેદનશીલ બોર્ડર એવા દરીયાઇ કાંઠાના વિસ્તારમાં આવેલ મસ્જીદો/મદરેસાઓ/દરગાહોમાં સઘન ચેકિંગના કરવા સૂચના કરવામાં આવેલ, આ સુચના અનુસંધાને જયદિપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક, ગીરસોમનાથના માર્ગદર્શન મુજબ તાજેતરમાં દિલ્હી ખાતે થયેલ બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ, હોટેલ-ધાબા ચેકિંગ, અવાવરૂ સ્થળોના ચેકિંગ, રેલ્વે-બસ સ્ટેશન ચેકિંગ, મસ્જીદ મદરસા વગેરે સ્થળોએ ખુબ જ ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરેલ અને તાજેતરમાં વેરાવળ સીટી તથા નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ કાશ્મીરી ઇસમો પકડાયેલ હતા. જેથી આ બાબતને ગંભીરતાથી લઇ જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં સઘન ચેકીંગ કરવા આદેશ કરતા તા.૧૭/૧૨/૨૦૨૫ ના એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડાનાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ/ચેકીંગ દરમ્યાન વેરાવળ રામભરોસા ચોક ખાતેથી વધુ બે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવતા અટકાયત કરી બંનેની વિશેષ પુછપરછ કરેલ અને કોઇ ગુન્હાહીત ના જણાતા હાલ બંને શંકાસ્પદ ઇસમોને મુકત કરવામાં આવેલ છે.

શંકાસ્પદ વ્યક્તિઓના નામ

(૧) અનીસ ઉલ રેહમાન સ/ઓ. મુસ્તાક અહેમદ ખટાના, ગુજજર, ઉ.વ.૨૧, રહે.કલર મોહરા જી.પુંચ, રાજય-જમ્મુ કાશ્મી

(૨) મોહમદ અસલમ સ/ઓ. મો.શરીફ જલાલદીન ગખ્ખર ઉ.વ.૩૯, રહે.અરાઈ હવેલી જી.પુંચ. રાજય-જમ્મુ કાશ્મીર

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande