પોરબંદરમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર શખ્સને જામીન આપતી કોર્ટ
પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગત તા. 3 ડિસેમ્બરના રોજ મહીયારી ગામે રહેતા રામભાઈ સુકાભાઈ પરમાર દ્વારા પોતાના મકાનના ફળીયામાં ગાંઝાના છોડનું વાવેતર કરેલુ હોય તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ અનુસંધાને કો
પોરબંદરમા ગાંજાના છોડનું વાવેતર કરનાર શખ્સ જામીન આપતી કોર્ટ.


પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગત તા. 3 ડિસેમ્બરના રોજ મહીયારી ગામે રહેતા રામભાઈ સુકાભાઈ પરમાર દ્વારા પોતાના મકાનના ફળીયામાં ગાંઝાના છોડનું વાવેતર કરેલુ હોય તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ફરિયાદ અનુસંધાને કોર્ટ દ્વારા ગંભીર ગુન્હો હોવાના કારણે જેલ હવાલે કરેલા હતાં. અને જેલમાંથી જ તેઓએ તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરતા અને તેમાં દલીલ કરતા જણાવેલ કે, પોલીસ દ્વારા જે ફળીયામાંથી ગાંઝો મળેલ હોવાનું જણાવેલ છે. તેની માલીકીના કોઈ આધારો રેડ પાડતી વખતે કબજે કરેલ નથી.

એટલુ જ નહી આરોપી સામે ભુતકાળમાં કોઈ દારૂ પીવાનો કે, ગાંઝો રાખવાનો કોઈ કેસ થયેલ નથી. એટલુ જ નહી પોલીસ ફરીયાદમાં જ આરોપીના ઘરની જડતી કરતા ઘરમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી. અને મકાનનું ખુલ્લુ ફળીયુ હોય અને તેમાં અન્ય વાવેતર સાથે કોઈએ બીજા કોઈ ઝાડનું વાવેતર કરેલુ હોય તો તે સંબંધે આરોપીનો કોઈ વાંક ગુન્હો ગણી શકાય નહીં. અને તે રીતે પરીવાર વાળા માણસ હોય, કોઈ ગુન્હાહીત ઈતિહાસ ધરાવતા ન હોય, ક્યાંય નાશી ભાગી જાય તેવી કોઈ વ્યકિત ન હોય અને સાહેદોમાં સરકારી પંચો હોય અને બાકીના તમામ સાહેદો પોલીસ સ્ટાફના માણસો હોય અને તે રીતે સાહેદોને ફોડવાનો કોઈ પ્રશ્ન રહેતો ન હોય તે સંબંધેની વિગતવાર દલીલ કરતા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શર્મા દ્વારા પોલીસ પેપર્સ, પોલીસ સોગંદનામુ તથા આરોપી એડવોકેટની દલીલો ધ્યાને લઈને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી રોકાયેલા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande