ચાણસ્મા તાલુકાના ધરમોડા આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળો આયોજન કરવામાં આવ્યું
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ચાણસ્મા તાલુકાના ધરમોડા ITI ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં કુલ ૮૦ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૪૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. મેળામા
ચાણસ્મા તાલુકાના ધરમોડા ITI ખાતે રોજગાર ભરતી મેળો આયોજન કરવામાં આવ્યું


પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ચાણસ્મા તાલુકાના ધરમોડા ITI ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં કુલ ૮૦ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૪૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

મેળામાં ૧૮ થી ૨૫ વર્ષની વયના ધોરણ ૧૦ અને ૧૨ પાસ, ITI પાસ અને ગ્રેજ્યુએશન (બી.એ., બી.કોમ.) જેવા વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ખાનગી ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓએ ટ્રેઈની અને મશીન ઓપરેટર જેવા પદો માટે ઉમેદવારોની નોંધણી કરી અને રોજગાર સંબંધિત માર્ગદર્શન અને કારકિર્દી વિકાસ માટે ઉપયોગી માહિતી પૂરી પાડી.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા આવા આયોજનોમાં યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીની તકો પૂરી પાડીને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ થાય છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો આ ઉપયોગી આયોજન બદલ સરકાર અને કચેરીનો આભાર વ્યક્ત કરતા રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande