
જૂનાગઢ, 16 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે આજે કુલ 40 જેટલા કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન સીઆરપીની ત્રણ દિવસીય નિવાસી તાલીમનો પ્રારંભ થયો હતો.
પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા જૂનાગઢ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત નેજા હેઠળ સરદાર બાગ ખાતેની આત્મા પ્રોજેક્ટની કચેરી ખાતે આયોજિત આ તાલીમમાં નિષ્ણાતોએ પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામોથી અવગત કરવામાં આવ્યા હતાં. સાથે જ પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે અને પ્રાકૃતિક કૃષિ કરવા માટે ખેડૂતો પ્રેરિત થાય તે સંદર્ભે પણ તાલીમાર્થીઓનું જરૂરી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટ જૂનાગઢના ડાયરેક્ટર દિપક રાઠોડ, માસ્ટર ટ્રેનર હાર્દિક લાખાણી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહપ્રાધ્યપક વી.બી. ભલુ, મદદનીશ પ્રાધ્યાપક, કેવલ રામે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જરૂરી માર્ગદર્શન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ