જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ દિલીપ રાણાની અધ્યક્ષતામાં વિકાસના કામો સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
જૂનાગઢ 16 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ દિલીપ રાણાની અધ્યક્ષતામાં આજ રોજ વિકાસના કામો સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જૂનાગઢ મહાનગરપાલિકા, કેશોદ, માંગરોળ માણાવદર,બાંટવા,વિસાવદર નગરપાલિક
જિલ્લા પ્રભારી સચિવ


જૂનાગઢ 16 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ દિલીપ રાણાની અધ્યક્ષતામાં આજ રોજ વિકાસના કામો સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જૂનાગઢ મહાનગરપાલિકા, કેશોદ, માંગરોળ માણાવદર,બાંટવા,વિસાવદર નગરપાલિકાના પ્રગતિમાં રહેલા વિકાસ કામો ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ લી., જૂનાગઢ સિંચાઈ વિભાગ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી કચેરી દ્વારા કાર્યરત પ્રોજેક્ટ અંતર્ગતના કામોની સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના નરસિંહ મહેતા તળાવ બ્યુટીફિકેશન, વાઘેશ્વરી તળાવ બ્યુટીફિકેશન,નરસિંહ વિદ્યામંદિર સ્કૂલ રીસ્ટોરેશન,ફાયર સ્ટેશન,વોટર સપ્લાય નેટવર્ક અને હાઉસહોલ્ડ કવરેજ,જોષીપરામાં રેલ્વે ઓવરબ્રિજ સહિતના કામની સમીક્ષા કરી હતી.

તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના પ્રોજેક્ટ અંતર્ગત મંજૂરી પ્રક્રિયા હેઠળના કામોની વિગત અને જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ હસ્તકના પ્રોજેક્ટ અંતર્ગત પ્રગતિ હેઠળના કામોની વિગતની પણ માહિતી મેળવી હતી. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં કાર્યરત વિવિધ વિકાસના કામો જેવા કે માળિયાહાટીના ચોરવાડ ખાતે ડેવલપમેન્ટ ઓફ હોલીડે કેમ્પ બીચ ચોરવાડ, સાસણ ખાતે ટુરીસ્ટ ફેસીલીટેશન સેન્ટર , જૂનાગઢ સંગ્રહાલયની તાજ મંઝિલ ઇમારતના રિનોવેશન,જૂનાગઢ સિંચાઈ વિભાગ દ્વારા કાર્યરત ઘેડ વિસ્તારના કામો,જૂનાગઢ મહાનગરપાલિકા, નગરપાલિકા હસ્તકના રોડ રસ્તાના કામો, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત દ્રારા કરવામાં આવેલ રોડ રસ્તાના કામોની પણ સમીક્ષા કરી હતી. તેમજ જન પ્રતિનિધિઓના પેન્ડિંગ પ્રશ્નોની સમીક્ષા કરી હતી. આ સાથે સ્વાગત કાર્યક્રમમાં મળેલ રજૂઆતો, બાળકોમાં કુપોષણ નાથવા અંગે પ્રભારી સચિવશ્રીએ જરુરી માર્ગદર્શન આપ્યુ હતુ.

આ બેઠકમાં સરકારી ઇમારતોની સ્ટ્રકચરલ સેફટી માટે હાલના સરકારી ધારા ધોરણો મુજબ ઇન્સ્પેક્શન કરવા સૂચના આપવામાં આવી હતી. વધુમાં બાંધકામ ક્ષતિગ્રસ્ત કે જર્જરિત હોય તો કાર્યવાહી કરવા,નિયમિત ધોરણે રોપવે મેઇન્ટેન્ટસ થાય તે અંગે દિશાનિર્દેશ આપ્યા હતા. જેથી સંભવિત દુર્ઘટના ટાળી શકાય.

આ સમીક્ષા બેઠકમાં જૂનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર પી.એ જાડેજા , આયોજન અધિકારી ગંભીર, નાયબ કમિશનર ડી.જે. જાડેજા, પ્રાંત અધિકારીઓ, કાર્યપાલક ઇજનેર , જિલ્લા રજીસ્ટ્રાર ચીફ ઓફિસર ,જૂનાગઢ મ્યુઝિયમના ક્યુરેટર મામલતદાર ઓ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande