
પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.) : હાર્બર મરિન પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા મોબાઈલ ખોવાઈ ગયા હોવાની અરજી આવી હતી. જે અરજી અન્વયે પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા CEIR પોર્ટલ દ્વારા શોધી બુધવારે તેરા તુજે કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવ્યા હતા.
હાર્બર મરીન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ દ્વારા ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા અને મુળ માલીકોને સુપરત કરવા જેમાં હાર્બર મરીન પોલીસ ટેકનીકલ સોર્સના આધારે “CEIR” પોર્ટલ CENTRAL EQUIPMENT IDENTITY REGISTER GOV વેબસાઈટની મદદથી ટ્રેકીંગમાં મૂકી CIR પોર્ટલમાં સતત મોનીટરીંગ કરી ગુમ થયેલ મોબાઈલ ફોન ટ્રેસ કરી શોધી કાઢવામાં આવેલ છે જેમાં મોબાઈલ ફોન-03 જેની કિ.રૂ.54,499/- મુદામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકોને પરત સોપવામાં આવ્યા હતા. આ કામગીરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ.ડી.સાળુંકે તથા UHC પરબતભાઈ નારણભાઈ બંધીયા, WASI વી.એ.કેશવાલા તથા આઈ.ટી.એકસપર્ટ આર.જી. ગોઢાણીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya