સમુદ્રમાં અનઅધિકૃત માછીમારી કરી રહેલ બે પીલાણા ઝડપાયા
પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.) : કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ માનકર દ્વારા ગુજરાત રાજયના દરીયાઈ વિસ્તારના જિલ્લાઓમાં ફિશરીઝ એકટની જોગવાઈઓનો ભંગ કરતા ઇસમો વિ
સમુદ્રમાં અનઅધિકૃત માછીમારી કરી રહેલ બે પીલાણા ઝડપાયા.


સમુદ્રમાં અનઅધિકૃત માછીમારી કરી રહેલ બે પીલાણા ઝડપાયા.


પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.) : કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ માનકર દ્વારા ગુજરાત રાજયના દરીયાઈ વિસ્તારના જિલ્લાઓમાં ફિશરીઝ એકટની જોગવાઈઓનો ભંગ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચન આપવામાં આવી હતી. જે અનુંસંધાને જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના હેઠળ ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અનઅધિકૃત રીતે જેમ કે, ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ તથા ગેરકાયદેસર પધ્ધતીથી જેમ કે, લાઈન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઈટ ફીશીંગ થી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કોસ્ટલ એરીયામાં થતી ગેરકાયદેસર પ્રવૃતીને રોકવા તેમજ કોસ્ટલ સિક્યુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરીયાઈ પેટ્રોલીંગ કરી દરીયાઇ સુરક્ષા માટે પોરબંદર જીલ્લાના દરીયાઇ/દરીયાકાંઠા વિસ્તારમાં ફીશીરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા ઝુંબેશ રાખવામાં આવેલ. જેથી પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ.એસ.ડી.સાળુંકે તથા પોલીસ સ્ટાફના માણસો ગઈ કાલ તા.15/12/2025 ના રોજ બીટ મારફતે દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન બે ફાયબર બોટ(પીલાણા-OBM )માં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે લાઈટ ફીશીંગ કરવા માટે એલ.ઈ.ડી. લાઈટ રાખી ફીશીંગ કરતા મળી આવતા આ બોટોના ટંડેલ તથા ખલાસીઓ વિરૂધ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-2003 ના કાયદાની કલમ-21(1)(ચ) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પો.ઈન્સ. એસ.ડી. સાળુંકે, પો.સ.ઈ. પી.આર.રાઠોડ, તથા એ.એસ.આઈ.કે.બી.લોઢારી રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande