
પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં રોજના 30 થી 35 કુતરા કરડવાના બાવાનો સામે આવે છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને શ્વાનોને પકડવા બે બે ગાડી હોવા છતાં કામગીરી હાલ બંધ છે પોરબંદરમાં ખાસ કરીને હનુમાન ગુફાથી શીતળા ચોક, શીતળા ચોકથી શહિદ ચોક, ખારવા પંચાયત મંદિર સુધીનો રસ્તો, જુના બંદરથી કબ્રસ્તાન સુધીનો રસ્તો, લકડી બંદરથી ચૂનાની ભઠ્ઠી નગીનદાસ મોદી પ્લોટ જૂની પોલીસ લાઈન લિબર્ટી રોડ, કડિયા પ્લોટ, કામદાર -ચોક થી ફાયર બ્રિગેડ સુધીનો રસ્તો, કૈલાશ ગેરેજથી નવા ફુવારા સુધીનો રસ્તો, નવા ફુવારાથી બિરલા હોલ સુધી છાયા દરગાહથી રતનપર સુધી, ભીમરાવ ચોકથી નવી એસ.એસ. સી. રસ્તો તેમજ કનકાઈ મંદિરથી વીર ભનુની ખાંભી સુધીના રસ્તા પર રખડતા શ્વાનોના ત્રાસને કારણે કુતરા કરડવાના બનાવો બને છે ત્યારે આ વિસ્તારોમાં કુતરા પકડવાની કામગીરી ફરી શરુ કરવામાં આવે તે માટે પોરબંદર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર જીવનભાઈ જુંગીએ મનપા કમિશ્નરને લેખિત આવેદન પાઠવી રજુઆત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya