

પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના સેંસા ગામે મંગળવારે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરી કરી હતી. આ અંગે કાકોશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સેંસા ગામના રહેવાસી અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા રાજુજી બાલાજી ઠાકોરના ઘરે સવારે 11:00 થી બપોરના 12:45 દરમિયાન અજાણ્યા ઈસમોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. બાદમાં ઘરમાં રાખેલી લોખંડની તિજોરી તોડી હતી.
તિજોરીમાંથી 1.25 તોલાનો સોનાનો દોરો, સોનાની કાનની બુટ્ટી, ચાંદીના દાગીના તેમજ રૂ. 35,000 રોકડ મળી કુલ રૂ. 1.50 લાખની માલમત્તાની ચોરી કરવામાં આવી હતી. આ મામલે કાકોશી પોલીસ સ્ટેશનના PSI જે.ટી. ગઢવી દ્વારા તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ