પોરબંદરમાં એશિયન યુથ પેરા ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રિયા કોડીયાતરનું સન્માન.
પોરબંદર, 17 ડિસેમ્બર (હિ.સ.) દુબઇ ખાતે યોજાયેલી એશિયન યુથ પેરા ગેમ્સમાં લોન્ગ જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશ, રાજ્ય તથા પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારનાર રાંઘાવાવ ગામની દીકરી પ્રિયા કોડીયાતરનું પોરબંદર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં એશિયન યુથ પેરા ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રિયાબેન કોડીયાતરનું ભવ્ય સન્માન.


પોરબંદરમાં એશિયન યુથ પેરા ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રિયાબેન કોડીયાતરનું ભવ્ય સન્માન.


પોરબંદરમાં એશિયન યુથ પેરા ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રિયાબેન કોડીયાતરનું ભવ્ય સન્માન.


પોરબંદરમાં એશિયન યુથ પેરા ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રિયાબેન કોડીયાતરનું ભવ્ય સન્માન.


પોરબંદરમાં એશિયન યુથ પેરા ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રિયાબેન કોડીયાતરનું ભવ્ય સન્માન.


પોરબંદર, 17 ડિસેમ્બર (હિ.સ.) દુબઇ ખાતે યોજાયેલી એશિયન યુથ પેરા ગેમ્સમાં લોન્ગ જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશ, રાજ્ય તથા પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારનાર રાંઘાવાવ ગામની દીકરી પ્રિયા કોડીયાતરનું પોરબંદર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમની આ સિદ્ધિથી સમગ્ર જિલ્લાભરમાં ગર્વ અને આનંદની લાગણી પ્રસરી હતી.

આ પ્રસંગે ગાંધી સ્મૃતિભવન ખાતેથી પોરબંદર શહેરના વિવિધ માર્ગો પરથી સરદાર પટેલ રમતગમત સંકુલ સુધી ઉત્સાહભેર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીમાં યુવાઓ, રમતપ્રેમીઓ તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લઈ પ્રિયાબેનને શુભેચ્છા પાઠવી હતી.

રાંઘાવાવ ખાતે આગમન દરમિયાન ગામના નાગરિકોએ પ્રિયા કોડીયાતરનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કર્યું હતું. ત્યારબાદ બાઇક રેલી સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં મહાનુભાવો દ્વારા બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રિયાબેન કોડીયાતરને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રિયાબેન કોડીયાતરે પોતાના સંઘર્ષની પ્રેરણાદાયી વાત શેર કરી યુવાઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું.

સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતના તિવારીએ પ્રિયાબેનને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની મહિલાલક્ષી નીતિઓના કારણે આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી રહી છે. સાથે જ તેમણે વ્યસન અને મોબાઈલના અતિઉપયોગથી દૂર રહી સરદાર પટેલ રમતગમત સંકુલની સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લાના યુવાઓને અનુરોધ કર્યો હતો.

જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણા પાડાવદરાએ પ્રિયા કોડીયાતરની સંઘર્ષયાત્રાને ઉદાહરણરૂપ ગણાવી યુવાઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. જ્યારે જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષકુમાર જીલડીયાએ સરકારની રમતગમત વિકાસની નીતિઓ, સુવિધાઓ અને યોજનાઓ અંગે માહિતી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande